________________ 241 કર્મ અનંત પ્રકારના થાય છે. જે અનંતકર્મોને બાંધે છે. અને તે કર્મોથી અનંતગુણે વધુ ને વધુ દબાતાં જ જાય છે. આમ અનંતની પરંપરા ચાલે જ છે. માટે જ કર્મ અનંત પ્રકારનાં કહ્યાં છે. જ્ઞાનીઓએ પિતાના જ્ઞાનમાં જીવનમાં આવા વિવિધ પરિણામે જોયા અને તેનાથી બંધાતા વિવિધ કર્મો પણ જોયાં. પરિણામો ને વિભાજીત કરી આઠ પ્રકારમાં સમાવી દીધાં. જે-જે પરિણામે એક સરખાં લાગ્યા તેને એક પ્રકાર બનાવ્યું. તેને જ્ઞાનાવરણીય કહ્યાં. જ્ઞાનનું આવરણ કરનાર બધાં જ પૌં. કઈ જાડે, કેઈ જશે, કઈ હલ્ક, કેઈ ભારે, કેઈમજબૂત, કે જીર્ણ, એ બધા પૌં જ છે. એમ માની એક પ્રકારમાં સમાવેશ કરી દીધો અને જ્ઞાનાવરણીય નામ આપી દીધું. એવી જ રીતે અન્ય-અન્ય કર્મોને પણ સમજાવ્યા. વળી આ અનંત કર્મોને, આઠ ભાગમાં સમાવવાનું કારણ પણ એ છે કે સર્વથા શુદ્ધ-બુદ્ધ તેવા સિદ્ધ પરમાત્મામાં આઠ ગુણે પ્રગટયા છે તે અનંત ગુણમાં મૌલિક ગુણે છે. એક-એક કર્મનાં ક્ષયથી આ એક-એક ગુણો પ્રગટે છે. તેથી આઠ ગુણેને દાબી દેનાર આઠ પ્રકારનાં કર્મો કહ્યાં. તેથી જ અનંત પ્રકારને આઠમાં સમાવી દીધા. તે 1, જ્ઞાનાવરણીય, 2, દર્શનાવરણીય, 3, વેદનીય, 4, મેહનીય, પ, આયુષ્ય, 6, નામ 7, ગાત્ર 8, અંતરાય, આ આઠ કર્મોમાં ચાર ઘાતી અને ચાર અઘાતી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય આ ચાર ઘાતી કર્મ છે અને બાકીનાં ચાર અઘાતી. ઘાતી કર્મને બે રીતે સમજીએ. એક અર્થ તે એ થાય છે કે આત્માનાં મૌલિક ગુણને જે દબાવી દે છે. તેને પ્રગટ નથી થવા દેતાં, તે કર્મોને ઘાતી કર્મો કહ્યાં. અનંતજ્ઞાન ગુણને દબાવનાર જ્ઞાનાવરણીય, અનંતદર્શન ગુણને દબાવનાર દર્શનાવરણીય. અનંત-સુખ ગુણને દબાવનાર મેહનીય અને અનંતવીર્ય ગુણને દબાવનાર અંતરાય. જ્યાં સુધી આ ચારેય કર્મો. જોરાવર છે ત્યાં સુધી આત્માનાં શુદ્ધ સ્વભાવરૂપ આ ગુણે પ્રગટ થતાં ભાગ-૨–૧૬