________________ 246 હું આત્મા છું ઉદયમાં કોઇ મેહનીયને બંધ તથા માનનાં ઉદયમાં માન મેહનીય ને બંધ એમ દરેક પ્રકૃતિનાં ઉદયમાં તેને જ બંધ થાય છે. વળી તીવ્ર કપાયને ઉદય આવે અને તેમાં ભળી જવાય તે એ જ તીવ્ર બંધ થાય. પણ તીવ્ર કષાયનાં ઉદયમાં પણ છવ સમતા રાખી શકે, મન, વચન કે કાયા એક પણ ભેગમાં કષાય પ્રગટ ન થાય તે જીવ કષાયનાં ઉદયને આધીન ન થવાથી કર્મ બાંધતે નથી. એ જ રીતે કષાયોને ઉદય મંદ હોય તે બંધ પણ મંદ થાય છે અને તે ઉદયમાં ન ભળે તે બંધ થતું નથી. આમ મેહનીય કર્મનાં બંધનું કારણ મેહનીયને ઉદય જ છે. દશીનમેહનીયનાં બંધના કારણેમાં કેવલી આદિનાં અવર્ણવાદને માન્યા. તે પણ શ્રેષનાં કારણે જ અવર્ણવાદ-નિંદા કરવાનું મન થાય છે. જેના પર દ્વેષ નથી તેની નિન્દા આપણે કરતાં નથી. દ્વેષ થવે તે મેહનીયને જ ઉદય છે. તેથી દર્શન મેહનીયનાં બંધનું કારણ પણ મેહનીયને જ ઉદય. રાગ-દ્વેષ અને મિથ્યાત્વ, મુખ્યરૂપે મેહનીયનાં ઉદયથી પ્રવર્તતા ભાવ છે. તેને વિસ્તારથી વિચારીએ તે દર્શન મેહનીયનાં ત્રણ ભેદ. ૧,મિથ્યાત્વ મેહનીય-જે સત્ય શ્રદ્ધા જાગૃત થવા જ ન દે. 2, મિશ્ર મેહનીય-જિન માર્ગ અને અન્ય માર્ગનાં વાસ્તવિક ભેદને વિવેક ન કરવા દે. 3, સમ્યક્ત્વ મેહનીય-ક્ષાયિક સમક્તિ તથા ઉપશમ સમકિતરૂપ શુદ્ધ પ્રતીતિ થવા ન દે. ચારિત્ર મેહનીયના 25 પ્રકાર. જેમાં 16 કષાય. તરતમ ભાવેનાં કારણે તેનાં ચાર વિભાજન કર્યા છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ-અતિતી. જે અનંત અનુબંધ કરાવે, સમ્યકત્વને સ્પર્શ પણ ન થવા દે, વિપરીત માન્યતાઓમાં જીવને મુંઝવ્યા કરે. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા ભ–તીવ્ર, સમ્યક્ત્વ થયા પછી પણ ત્રતાદિની શ્રદ્ધા અને આચરણ ન થવા દે. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ-મંદ. કંઈક અંશે વ્રતાદિ થાય પણ સર્વ વિરતિનાં ભાવ ન જાગવા દે.