________________ સર્વાભાસ રહિત 235 આત્મામાં ચૈતન્યત્વ ન હોય તે મેક્ષ પણ શું હેત? તેથી જ આત્માના આ વિશિષ્ટ લક્ષણે જ તેને મોક્ષ હોવાની સાબિતિરૂપ છે. - હવે ત્રીજુ લક્ષણ કહ્યું “સર્વાભાસ રહિત” જ્યાં આભાસ છે ત્યાં યથાર્થતા નથી હોતી. બને એક-બીજાનાં વિરોધી છે. આભાસ તે આભાસ જ હેય યથાર્થ ન હોય અને યથાર્થ તે યથાર્થ જ હોય, આભાસ નહેાય. આત્મા સદા ચૈતન્ય તથા જ્ઞાન સહિત છે. આ બન્ને લક્ષણે જેમાં નથી તેને આત્મા માનીને તેમાં જ રાચીએ તે સર્વથી મેટો આભાસ. આજ સુધી જીવે દેહને જ આત્મા માન્ય છે. દેહમાં મારાપણાની બુદ્ધિ કરી, દેહ પ્રત્યેનું મમત્વ વધાર્યું છે. દેહ જડ છે તથા જ્ઞાનરહિત છે તે તે મારું સ્વરૂપ ક્યાંથી હોય? કર્મ સંગે દેહને સંગ થયે છે. એકવાર નહીં, અનેકવાર આવા સંગે થયા અને વિગ પણ થયાં છતાં દેહમાં મારાપણાની બુદ્ધિ ગઈ નહીં. જીવે જ્યાં-જ્યાં દેહ ધારણ કર્યા ત્યાં તરત જ તેમાં હુંપણાની બુદ્ધિ ઉત્પન્ન થઈ અને તે માન્યતાનું પિષણ પણ એ કરતે રહ્યો. દેહ મળવાની સાથે સાથે કર્મનાં કારણે બીજું પણ ઘણું-ઘણું મેળવ્યું અને એ બધું દેહને જ મળ્યું, આત્માને નહીં. નામકર્મનાં ઉદયે શરીર સુંદર હોય તે કહે હું સુંદર છું. ગોત્રકમના ઉદયે શરીર ઊંચા કૂળમાં જગ્યું તે કહે હું કુળવાન છું. શાતા વેદનીયનાં ઉદયે શરીરે શાતા હોય તે કહે હું સુખી છું, ભાગ્યશાળી છું, પુણ્યવાન છું. આમ દરેક આભાસ ને યથાર્થ સાબિત કરવાનો પ્રયાસ કરતો રહ્યો અને અહ સાથે મમ ને જોડતો રહ્યો. જ્ઞાની પુરુષે કહે છે આ બધાં જ આભાસ છે. આત્મા મનુષ્ય નથીસુંદર શરીરધારી નથી, ઊંચા-નીચા કૂળ નથી, પુણ્યવાન નથી. આ બધાં જ આત્માની વિકારી અવસ્થાનાં પ્રતિક છે. તેને પિતાનાં કેમ મનાય ? આભાસ છે ત્યાં યથાર્થતા નથી માટે જ તે જોઈતું ફળ પણ ન આપી. શકે. જંગલમાં દેખાતાં ઝાંઝવાનાં જળ તે યથાર્થ નહીં પણ આભાસ છે, તે કદી તૃષા છીપાવે નહીં. એ જ રીતે આત્માને વિભાવનાં પરિણામે.