________________ સર્વાભાસ રાહત!, વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જે સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, જીવનાં મૌલિક સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. જીવનું વર્તમાન સ્વરૂપ તે મૌલિક નથી, કર્મનાં કારણે મળેલું હોવાથી આભાસી છે. શ્રીમદ્દજી આત્માનાં શુદ્ધ સ્વરૂપને બતાવવાની સાથે જ અશુદ્ધ સ્વરૂપને પણ બતાવે છે. અશુદ્ધ સ્વરૂપને ત્યાગ અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની આવશ્યકતા પણ બતાવે છે. તથા એ જ એક્ષપથને પામવાની રીત છે, એમ કહે છે આત્મા સત ચિતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામી, મોક્ષપંથ તે રીત...૧૦૧... એ આત્માની શુદ્ધ દશા છે. આભાસ એ જીવનું અશુદ્ધ સ્વરૂપ છે, આભાસ રહિતની દશા તે આત્માની શુદ્ધ દશા છે. સત અર્થાત અસ્તિત્વ. જેનું સદા-સર્વદા માટે અસ્તિત્વ છે, જેને કદી નાશ થવાને નથી તે સત્ અસત્ ની ઉત્પત્તિ નહીં અને સત્ ને નાશ નહીં. ગીતાકારે પણ કહ્યું છે– ___ 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' જગતમાં જે પદાર્થનું અસ્તિત્વ નથી, તે પદાર્થ કયારેય ન ઉત્પન્ન થાય નહીં અને જે પદાર્થ સત્ છે, અસ્તિત્વવાન છે તેને કદી નાશ થાય નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આગળ જ આત્માની નિત્યતાની સિદ્ધિ કરતાં