________________ 232 હું આત્મા છું બીજાનાં સહાયક છે. માટે જ સમક્તિની પ્રાપ્તિ માટે બંને સાથે યુદ્ધ કરવું જ પડે. બનેને હરાવાય તે જ સમ્યક્ત્વ થઈ શકે. . સમ્યક્ત્વ એકવાર થાય એટલે જીવને મેક્ષ નિશ્ચિત. જે સમ્યક્ત્વ ટકી રહી શકે. આત્માનાં વિશુદ્ધ પરિણામે તીવ્ર થી તીવ્રતર, તીવ્રતમ બનતા જાય તે જીવ તે જ ભવે પણ મેક્ષ લઈ શકે. નહીં તે ત્રણ ભવે, પંદર ભવે કે એથી પણ વધુ ભ થાય. પણ મોક્ષ થવાને તે નિશ્ચિત હવે અનંતકાળ કાઢવાનું નથી. અનંત અનુબંધ કરાવનાર અનંતાનુબંધીને એક વાર નિર્માલ્ય કર્યા પછી તે જોર કરે તે પણ બહુ જોર તેનું ચાલે નહી તેથી જીવ મોક્ષમાર્ગમાં આગળ ડગ ભરતો જાય. ગાથામાં એ જ કહ્યું: “થાય નિવૃત્તિ જેહથી, એ જ મેક્ષને પંથ”. રાગ-દ્વેષ અને અજ્ઞાનથી જેના દ્વારા નિવૃત્ત થવાય તે મોક્ષને પંથ છે. અહીં સમ્યકત્વ પ્રાપ્તિને પુરુષાર્થ એ જ મેક્ષને પથ છે. જીવ એક વાર આ પુરુષાર્થ કરે, સમકિતનો સ્વાદ ચાખી લે તે પછી એ સ્વાદને છેડવાનું મન નહીં થાય. કદાચ એકવાર સમતિ થયા પછી ચાલ્યું ગયું હશે. તે પણ જીવને એ સ્વાદ ભૂલાય નહીં તેથી ફરી ફરીને સમક્તિ દશાની પ્રાપ્તિની ઝંખના જાગે અને પામે. અને આમ જ એ આગળ વધી જાય. આ જ છે મોક્ષને પંથે. આ પુરુષાર્થ કરવાની ઈચ્છા જીવને ત્યારે જ જાગે કે જ્યારે રાગદ્વેષની ગાંઠ ખૂંચવા માંડે. બંધુઓ ! કેઈ સાથેનાં સનેહ સંબંધમાં જે ગેરસમજણની ગાંઠ પડી ગઈ હોય તો એ ગાંઠ જન્મભર ખટકે છે. એ છુટી જાય તે સારું એમ જીવ ઈચ્છે તે માટે પ્રયત્ન થાય. તેમ જ્યારે રાગ-દ્વેષની ગાંઠ ખટકશે, નડશે, ખૂંચશે ત્યારે જ જીવ મિથ્યાત્વ દશામાંથી નીકળી સમકિતને પામવાનો પુરુષાર્થ આદરી શકશે. ગુરુદેવ શિષ્યને એ જ સમજાવે છે કે મેક્ષને માર્ગ શોધવા ક્યાંય ચેકમાં જવાની જરૂર નથી. એ અંદરમાં જ છે. અંદરમાં ઉતરી જા તે માર્ગ સામે જ દેખાશે. સરળ અને સીધે માર્ગ મળી જશે. બસ રાગદ્વેષ અજ્ઞાનની ગાંઠોને ગાળવા માંડ એટલે માર્ગ સાફ. આ માર્ગ ને વધુ પ્રશસ્ત ગુરુદેવ હવે કરશે.