________________ 230 હું આત્મા છું શરૂ કર્યું. એ જ ધૂન લાગી છે. આ દિવસે માત્ર આ એક જ સૂત્રનું ઉચ્ચારણ અને તેમ કરતાં વચમાંથી રુષ ને રૂ નીકળી ગયું અને મા તુષ ને મા નીકળી ગયે. રહી ગયું “માષતુષ” નિરંતર સૂત્રનું રટણ ચાલુ છે. અને તેઓનું તે નામ જ ઠરી ગયું મોષતુષ મુનિ. સૂત્રને અર્થ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં રોષ એટલે દ્વેષ ન કર તથા અનુકૂળ પરિસ્થિતિમાં તુષ એટલે રાગ ન કરે. ખરેખર આ સૂત્રનાં ઉચ્ચારણની સાથે-સાથે રેષ અને તેષ બંને ગળવા માંડ્યા અને મુનિને પણ ખબર ન રહી કે એ બંનેને સર્વથા નાશ કયારે થઈ ગયે! અને મુનિ કેવળજ્ઞાન પામી ગયા ! બંધુઓ ! જ્ઞાનાવરણીયનાં ગાઢ આવરણે મુનિની સમતા અને સરળતા સામે ટકી ન શક્યા તેને હટી જવું પડયું અને કેવળજ્ઞાનને દીપક પ્રગટી ગયે. શાસ્ત્રો ભણ્યાં નહીં ગાથાઓ ગોખી નહીં. ચર્ચાઓ કરી નહીં. પ્રવચને આપ્યા નહીં છતાં રાગ-દ્વેષ નિર્મૂળ થઈ ગયા અને મોક્ષની મંઝિલે પહોંચી શક્યાં. આમ જ્ઞાનાવરણીય નું અજ્ઞાન, જીવને ભમાવનારૂં નથી, અટકાવનારૂંનથી પણ રાગ-દ્વેષ ની ગાંઠ રૂપ જે અજ્ઞાન છે એ જ જીવને અટકાવે છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન એ દેરાની વચલી ગાંઠ જેવા છે જે જીવને વિકાસ ક્રમમાં આગળ વધવા દેતાં નથી. તે ગાંઠ છેદાય તે જ જીવ મિથ્યાત્વનાં ભાવથી મુક્ત થઈ સમ્યકત્વ પામી શકે છે. જીવ શુકલપક્ષી બની આત્માનાં શુદ્ધ ભાવમાં વૃદ્ધિ કરતે આગળ વધે છે. ત્યારે જ દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ એમ કુલ સાત પ્રકૃતિને ખપાવી સમક્તિ પ્રાપ્ત કરે છે. જીવ પ્રથમ યથાપ્રવૃત્તિકરણ કરે છે. એટલે કે મેહનીય કર્મની 70 કેડીકેડ સાગરની સ્થિતિમાંથી 69 કોડાકોડ સાગર જેટલી સ્થિતિનાં કર્મોને ખપાવી નાખે. માત્ર એક ક્રોડાકોડ સાગરની સ્થિતિ જેટલું જ મેહનીય કર્મ શેષ રહે તેને યથાપ્રવૃતિકરણ કહે છે. આટલે સુધી પહોંચવામાં જીવને વિશેષ પુરુષાર્થ કરે પડતો નથી. અહીં સુધી તે અભવ્ય જીવ પણ અનેકવાર પહોંચી જાય છે. પણ રાગ-દ્વેષની દુર્ભેદ્ય