________________ મુખ્ય કર્મની ગ્રંથ 229 કારણે અજ્ઞાન હોય તે એટલું જ કે જાણપણું ઓછું હોય અથવા નહાય. બહુ સમજણ ન હોય. બુદ્ધિ ન હોય. પણ એથી બહુ મોટું નુકશાન ન થાય. પણ મેહનીય કર્મનાં ઉદયનાં પરિણામ સ્વરૂપ અજ્ઞાન એ વિકૃતિરૂપ હોય. જે પદાર્થ જે છે તે તેને જાણ તે સભ્યજ્ઞાન. અને જે છે તે પદાર્થને ન જાણ બલ્ક નથી તે જાણુ. પિતાની મિથ્યા માન્યતાને તે પદાર્થમાં આરોપ કરે તે મોટું અજ્ઞાન જેને બીજા શબ્દોમાં મિથ્યાત્વ કહીએ. સત્ય સમજણ પ્રગટ ન થવા દે. અવળી માન્યતાથી જીવને મુંઝવ્યા કરે અને તેથી ભયંકર નુકશાન. જ્યાં જે નથી ત્યાં તેને આભાસ ઉભો કરાવે. કુદેવને સુદેવ, કુગુરુ ને સુગુરુ, અને કુધર્મ ને સુધર્મ માનવા પ્રેરે. એમ જીવને અજીવ તથા અજીવને જીવ માને. વિતરાગનાં માર્ગની સત્ય પ્રતીતિ થવા ન દે. આમ મેહનીયનું અજ્ઞાન જીવને ભમાવનાર છે. આજ સુધી જીવને મોક્ષ ન થયો હોય તે કારણભૂત આ અજ્ઞાન જ છે. જ્યારે જ્ઞાનાવરણયનું અજ્ઞાન જીવને બહુ મોટું નુકશાન ન કરે. ભણું ન શકે, કંઈ યાદ ન રહે. મહેનત કરવા પછી પણ એક અક્ષર કંઠસ્થ ન કરી શકે પણ એથી મોક્ષ ન અટકે. માષતુષ મુનિની વાત આપણું ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તેઓને જ્ઞાનાવરણીય કર્મને ગાઢ ઉદય હતે. અથાગ પ્રયત્ન પછી પણ શાસ્ત્રની એક ગાથા યાદ ન રાખી શકે. તેઓને ખેદ વતે છે. અન્ય મુનિઓ શાસ્ત્રમાં પારંગત છે, પોતે કશું જ શિખી નથી શકતા. તેઓ પિતાનાં ગુરુદેવ પાસે જઈ ખેદ વ્યક્ત કરે છે. ગુરુદેવ અનુભવી મહાપુરુષ છે. તેઓ જાણે છે કે આ સાધુને જ્ઞાનાવરણીયને ગાઢ ઉદય છે. પણ તેમનામાં મિથ્યાત્વનાં ભાવે નથી. રાગ-દ્વેષ મંદ પ્રવર્તી રહ્યા છે, આત્મા હળુકમી છે, મંદકવાયી છે, ગુરુદેવે મુનિને આશ્વાસન રહે માટે એક સુંદર સારગર્ભિત સૂત્ર આપ્યું મા રુષ મા તુષ અને કહ્યું: દેવનુપ્રિય ! તમને વધુ યાદ ન રહે તે માત્ર આટલું જ ગેખે. બસ એથી તમારે બેડે પાર થઈ જશે ને મુનિએ ઉલ્લસિત ભાવે એ સૂત્ર ને ગેખવાનું