________________ મુખ્ય કમની ગ્રંથ 231 ગાંઠને તે છેદી શકતા નથી. કારણ અભવ્ય જીવને ગાંઠને છેદવા માટે જોઈતા અતિ શુદ્ધ પરિણામ આવતા જ નથી. તેથી આટલું કર્યા પછી પણ તે પાછા ફરી જાય છે અને ફરી મેહનીય કર્મને વધારી દે છે. પણ ભવ્ય જીવ જ્યારે આટલે સુધી પહોંચ્યા પછી વધુ વિશુદ્ધ પરિણામ ધારાને પામે તે રાગ-દ્વેષની ગાંઠને છિન્નભિન્ન કરી નાખે. જેને શાસ્ત્રોમાં અપૂર્વકરણ કહ્યું છે. આવા પરિણામે જીવને વારંવાર આવતા નથી. ક્યારેક જ આવે છે માટે જ તે પરિણામેને “અપૂર્વ કરણ કહે છે. રાગ-દ્વેષની ગાંઠ લૂટાવથી જીવનાં પરિણામોમાં વિશેષ શુદ્ધિ થાય છે. આ શુદ્ધિ ને “અનિવૃત્તિ કરણ” કહેવામાં આવે છે. એટલે કે સમ્યકત્વ ની પ્રાપ્તિ વિના જીવ રહેવાને જ નથી. ભેદ-વિજ્ઞાન પ્રગટ કરે જ છે માટે તેને અનિવૃત્તિ કરણ કહ્યું છે. આમ વિશુદ્ધ ભાવધારાથી આગળ વધતે જીવ રાગ-દ્વેષની ગાંઠને છેદી સમ્યકત્વ પામે છે. આ ગાંઠ છેદાય એટલે પહેલા કહ્યું તેમ દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ તથા અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ કેધ, માન, માયા અને લેભ આ સાત પ્રકૃતિને ઉપશમ કરે, અથવા ક્ષપશમ કરે. અથવા ક્ષય કરે. ઉપશમ થાય તે જીવને ઔપનિક સમ્યકત્વ થાય, પશમ થાય તે ક્ષાપશમિક સમ્યક્ત્વ થાય અને ક્ષય થાય તે ક્ષાયિક સમકિત થાય. અહીં એક વાત વિચારીએ. “સમ્યકત્વ પ્રાપ્તિ માટે દર્શન-મેહનીયને ક્ષય તે અનિવાર્ય છે. પણ ચારિત્ર મેહનીયની પ્રકૃતિ રૂપ અનંતાનુબંધીનાં ક્ષય–ઉપશમની શી જરૂર ? અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વની સાથે રહી કર્મોને અનંત અનુબંધ કરાવે છે. જેની પરંપરા અનંતકાળ સુધી ચાલે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીને સંબંધ અવિનાભાવી છે તે એક બીજા વગર હાય જ નહીં. મિથ્યાત્વ હેાય ત્યાં અનંતાનુબંધી હોય અને અનંતાનુબંધી હોય ત્યાં મિથ્યાત્વ હેય. બંનેને ઉદયકાળ સાથે જ હેય. વળી બંને એક