________________ 228 હું આત્મા છું નીકળી જાય, તેથી તે ગાંઠ ઉપયોગી છે. તેમ વ્યવહારમાં પણ સંબંધ એ સ્નેહની ગાંઠ છે. એ ગાંઠ ન હોય તે સંબંધ બંધાય જ નહીં. સંબંધ ટકે જ નહીં. સ્નેહની ગાંઠ જ સંબંધને ટકાવી રાખે છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ બંને પ્રકારની ગાંઠે સમજવી જરૂરી છે. કઈ ગાંઠ અટકાવનાર છે અને કઈ ગાંઠ ઉપાગી છે? અહીં શ્રીમદ્જી મોક્ષને ઉપાય બતાવી રહ્યાં છે. તેમાં સર્વ પ્રથમ શું કરવું આવશ્યક છે તે સમજાવે છે. પહેલા વ્રત-કિયા અનુષ્ઠાનની વાત ન કરતાં જીવનું અજ્ઞાન જે જે સ્વમાં નિવાસ કરવારૂપ છે તેને જાગૃત કરે, એ કહ્યું. એકવાર જીવમાં મેક્ષભાવ જાગૃત થઈ ગયે તે વ્રત-અનુષ્ઠાને આપ મેળે, સહજરૂપે આચરણમાં ઊતરી જશે. પ્રયત્ન નહીં કરે પડે. વળી બંધનાં કારણેનું સેવન કરવાથી બંધના પંથે આગળ વધશે અને મેક્ષનાં કારણે થી મેક્ષનાં પંથે આગળ વધાય એ બતાવ્યા પછી, કર્મબંધનાં મુખ્ય કારણે અને તેથી પડતી ગાંઠે, જીવમાં કંઈકંઈ છે તે બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છે - રાગ-દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; મુખ્યરૂપે રાગ-દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ કર્મબંધનની ગાંઠે છે. છવનાં આત્મિક વિકાસમાં આ ગાંઠે જ આડી આવે છે. રાગ-દ્વેષની - ચર્ચા તે આપણે અનેકવાર કરી, વળી રાજ રાગ-દ્વેષને સેવીએ છીએ. તેથી તેને ઓળખીએ છીએ. તે બે તે મહાબંધન છે. શ્રમણુસૂત્રમાં કહ્યું છે– હિં, પર રંધોળ, તેર વંધો' રાગબંધન - અજ્ઞાન બે પ્રકારનાં, એક જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી અને બીજું મોહનીયના ઉદયથી, બંને અજ્ઞાનમાં અંતર છે. જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયનાં