________________ મુખ્ય કર્મની ગ્રંથ ! જ વાતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગુરાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના અનાદિની ગાંઠે ને છેદી નાખે છે. છવા ગ્રંથિરહિત બને છે. એ ગાંઠ શેની છે? શું કરે છે? એ વિચારાધિન છે. સૂતર પિતાના મૂળ રૂપમાં ગાંઠરહિત હોય, સરળ હેય. સેયનાં બારીક નાકામાં પણ પરોવાઈ જાય. સોય-દેરાથી કપડું સીવતા હે, સીધો રે કપડામાંથી પાસ થઈ જતું હોય પણ જે દોરામાં ગાંઠ પડી તેં અટકી જાય આગળ ન વધે. ગાંઠ ખેલવાનાં પ્રયાસમાં સફળ થાવ તે સારૂં, નહીં તે દોરે કાપવું જ પડે. એટલે જ્યાં ગાંઠ છે ત્યાં અટકાયત છે. બ્રેક લાગી જાય. આગળ વધાતું નથી. વ્યવહારિક જગતની વાત કરીએ તે જે જે વ્યક્તિઓ સાથે સંબંધ હોય છે, ત્યાં સુધી જ સરળતાથી નભતા હોય કે જ્યાં સુધી એકબીજા વચ્ચે કેઈ ગેરસમજણની ગાંઠ ન પડી હેય. એકવાર જે આવી ગાંઠ પડી જાય તે પછી બધું જ અવળું પરિણમે. પછી તે “આડે લાકડે આડે વેર” જ્યાં સુધી સંબંધમાં મિઠાશ હોય ત્યાં સુધી મજાકમાં કદાચ એક-બીજાને ગાળો આપે તે પણ એ મીઠી લાગે. અને જે સંબંધ બગડયા તે પછી સીધી અને સારી વાત પણ ઊંધી જ લાગે. ગાંઠ પડી એટલે સંબંધ અટકી જાય. - પણ જે ગાંઠની જરૂર છે તે છે દેરામાં છેડાની ગાંઠ. સેયમાં દર પરેવી તેને છેડે ગાંઠ ન મારે તે સીવતા કપડામાં દોરો રહે નહીં,