________________ તે કારણ છેક દશા 225 હે ઉદ્ધવ ! અમારે દસ-વીશ મન નથી. એક જ હતું અને તે શ્યામની સંગે ચાલ્યું ગયું તે હવે તારા નિરાકાર ઈશને કેણુ આરાધે? અર્થાત્ સર્વસ્વ સમર્પિત ભાવે ગોપીઓ કૃષ્ણને આરાધે છે. સુલસાની ભક્તિ પણ એવી જ છે. માત્ર મહાવીર સિવાય કયાંય તેનું હૃદય ઝૂકતું નથી. અનન્ય શ્રદ્ધા તેનાં રોમ-રોમમાં ભરી છે. અને એવા જ ભકિત ભાવથી એ પ્રભુ પ્રત્યે પિતાનાં ભાવે પ્રગટ કરે છે કે જે શ્રી માનતુંગસુરિજીએ ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતાં ગાયા છે मन्ये वर हरिहरादय एव दृष्टा दृष्टेषु येषु हृदय त्वयि तेोषमेति / कि विक्षितेन भवता भुवि येन नान्यः વારિક રુતિ નાથ ! મારિ | 22.. હે પ્રભુ! મેં અન્ય દેવેને પણ જોયા તે ઠીક જ થયું કારણ કે તેઓને જોયા પછી આપની સાચી ઓળખાણ મને પડી ને તેથી જ હવે મારું મન આપ સિવાય બીજે કયાંય કરતું નથી. - આમ અરિહંત દેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા એ સમક્તિનું મૂળ છે. જેથી જીવની બ્રાન્તિ ટળી જાય છે. જીવ એ જાણે છે કે જેવું જિનનું રૂપ છે તેવું જ મારું રૂપ છે. હું આત્મા છું, પરમાત્મા છું. મારા પરમાત્મભાવને પ્રગટ કરી શકું છું આ સિવાય પરમાં પિતાનાં સુખની કલ્પના એ પણ મિથ્યાત્વ છે. પરલક્ષ્ય જીવ ક્રાંતિમાં ભમ્યા કરે છે. જીવને મેશપંથને પ્રશસ્ત કરે હોય તે પરમાં અર્થાત્ દેહાદિમાં, પુદ્ગલાનંદમાં સુખની માન્યતા છે તે તોડવી પડશે. મારું સુખ મારામાં જ છે. હું અનંત સુખ સ્વભાવી, શુદ્ધ ચિપ ત્રિકાળી નિત્ય આત્મા છું. પૂર્ણ જ્ઞાનાનંદ એ મારું સ્વરૂપ છે. હું નિર્મળ છું, અસંગી છું આદિ જીવનાં નિજ સ્વરૂપની પ્રતીતિ વર્યા કરે તે જ છે અબંધદશા. આવી અબંધદશા પ્રગટ થતાં જ મિથ્યાત્વભાગ-૨-૧૫