________________ 224 હું આત્મા છું ન માગે. મને માફ કરે! હું જિનેશ્વરની ઉપાસિકા છું. મારાથી સચેત પદાર્થ તમને નહીં અપાય. પધારો મહારાજ, હવે સ્તબ્ધ થવાને વાર અંબડને હતો. તે હૃદયથી ગદ્ગદ્ થઈ ગ. જિનેશ્વર અને તેનાં માર્ગ પ્રત્યેની અનન્ય નિષ્ઠા જોઈ આવે લબ્ધિધારી સાધક પણ સુલતાનાં ચરણમાં નમી પડે. પિતાનું મૂળ રૂપે પ્રગટ કરી કહેવા લાગ્યા. સુલસ ! પ્રભુએ કહી તેવી જ તું છે. તારી પરીક્ષા કરવા જ મેં આટલા રૂપ ધારણ કરી તેને લલચાવવા પ્રયાસ કર્યો પણ તું ન લેભાણું. ધન્ય છે તારી નિષ્ઠાને ! તારી નિશ્ચલતાને ! સુલમા! પ્રભુએ માત્ર તારા માટે જ ધર્મ-સંદેશ મેકલ્યો છે. આવડી મોટી રાજગૃહી નગરીમાં તું એકજ ભાગ્યશાળી છે કે પ્રભુ તને ધર્મ-સંદેશ પાઠવે છે. સુલસા એ ધર્મ-સંદેશ માથે ચડાવી કહે છે. મને માફ કરજે. પણ મારી શ્રદ્ધા માત્ર મારા નાથનાં ચરણોમાં જ સમર્પિત છે. તે સિવાય ક્યાંય શ્રદ્ધા નમે નહીં. આપ કે અન્ય દેવતાઓ આદરણીય ભલે હોય. પણ મારા માટે નમસ્કરણીય તે માત્ર મારા આરાધ્ય દેવતા એક જ એ સિવાય મારું મન ક્યાંય ન માને ! બંધુઓ! કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા. પછી ગોપીઓને યાદ કરે છે. ત્યારે ઉદ્ધવ નામને તેમને મિત્ર પણ ગોકુળમાં આવે છે કે એ ગોપી એમાં એવું શું છે કે કૃષ્ણ આટલાં યાદ કરે છે. ગોકુળ આવી, ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે કે કૃષ્ણ તે તમને ભૂલી ગયું છે. તમે એને છોડી દો અને નિરાકાર બ્રહ્માની આરાધના કરે. ત્યારે ગોપીઓએ પણ ખૂબ જ માર્મિક ઉત્તર આપે છે– ઉો ! મન નહીં દસ-બીસ એક હતું જે ગયે શ્યામ સંગ કે આરાધે ઈશ”. ઉધે મન નહીં દસ-બીસ