________________ તે કારણ છેદક દશા 223 દોડયાંસુલસાને કેઈએ બોલાવી, ન ગઈ, વળી વિષ્ણુનું રૂપ લીધું, ફરી શિવજીનું રૂપ લીધું. હજારે માનવોનાં ટોળે-ટોળા જઈ રહ્યાં છે. પણ સુલસા શાંત ભાવે જ બેઠી છે. સુલસા કયાંય ન દેખાણી, અંબડને આશ્ચર્ય છે. પણ મનમાં નિર્ણય કર્યો કે હવે તે સુલસા આવે જ, અને તેણે સાક્ષાત્ મહાવીરનું રૂપ ધારણ કર્યું. પહેલા જનારાઓએ સુલસાને કહ્યું. સુલસા હવે તે ચાલ, તારા પ્રભુ આવ્યા છે. પણ સુલસાએ જે જવાબ આપે તે અત્યંત માર્મિક હતે. હૈયાને વીંધનારો હતો. એ કહે છે. ના, બહેન ના, મારા પ્રભુ અહીં પધારે તે મારું અંતર સાક્ષી આપે જ ! પ્રભુ નગરમાં તે શું ? પણ નગરથી દૂર-દૂર પધાર્યા હોય તે પણ મારા હૈયે આનંદના ઓઘ ઉછળવા માંડે. અહીં તે મારા પ્રાણમાં કેઈ સ્પંદન નથી થતું. તેથી એ મારા મહાવીર નહીં પણ બીજુ કોઈ હશે. જાવ તમે !" એ ન ગઈ! બંધુઓ! વિચારે ! સુલસાનાં આત્મ-પ્રદેશે તેનાં આરાધ્ય દેવ પ્રત્યેની શ્રધ્ધા કેટલી વણાયેલી હશે ? કે પ્રભુ પધારે એને સંદેશે એના પિતાનાં અંતરમાંથી જ આવે ! કેઈએ સંદેશ આપવો ન પડે ! કેવી અનન્ય ભક્તિ ! કેવી અડોલ નિષ્ઠા ! કેવી સમર્પિત શ્રધ્ધા ! એ ન ગઈ તે ન જ ગઈ ! અંબડ દૂર-દૂર સુધી આખો ખેંચીને જોઈ રહ્યો છે. પણ સુલસા નથી દેખાતી. એ વિચારે છે કેવી હશે આ નારી? કેમ નહીં આવતી હોય ? પણ ના, હજુ એક પરીક્ષા કરૂં ! તેણે રૂપ સમેટી લીધું. જૈન સાધુનું રૂપ લઈ એ-પાત્રા લઈ, ધર્મલાભ કહી સુલસાનાં આંગણુમાં ઉભા રહ્યાં. સુલસા અંદરથી ભકિતભાવે દેડી આવી. હાથ જોડી સ્વાગત કર્યું. પિતાના અહેભાગ્યને બિરદાવવા માંડી. આજ સુપાત્રદાનને અવસર આવ્યો. ત્યાં તે સાધુરૂપ અંબડે, સુલસા પાસે સચેત પદાર્થની માગણી કરી, અને સુલસા થંભી ગઈ ! “માફ કરજે મહારાજ, કાંતે આપ કોઈ બહરૂપી છે, કાં જિનેશ્વરનાં ધર્મને વિસરી ગયા છે, સાધુ અકલ્પનીય પદાર્થ