________________ . તે કારણ છેદક દશા 221 અંત આવે. રાગાદિની પરંપરા અનાદિથી ચાલી આવે છે તેનું છેદક બળ હજુ સુધી આત્માએ જાગૃત કર્યું નથી. એ જ્યારે જાગૃત થશે ત્યારે રાગદિમાં મંદતા આવશે અન્યથા રાગાદિનું જોર કંઈ ઓછું નથી. તે આત્મવીર્ય ને જાગૃત થવા જ નથી દેતાં. તેથી જ જીવે પ્રયત્નપૂર્વક આત્મવીર્યનું ઉત્થાન કરવું પડશે તેમાં સર્વ પ્રથમ દશા એટલે સમકિત દશા. મિથ્યાત્વ આશ્રવને રોકી જીવ, સમક્તિ સંવરનીપજાવે તો જ અનાદિ પરંપરાની એક કડી વચમાંથી તૂટે ! કોધાદિને વશ કરવા માટેનાં પ્રયત્ન તે જીવ અનેક કરી ચૂક્ય. પણ તેમાં સફળ થયા નથી. થાય પણ નહીં. પ્રથમ પ્રયત્ન કરવાનું છે, મિથ્યાત્વને દૂર કરવાને. જે મિથ્યાત્વ દૂર થાય તે અનંતાનુબંધી કષાયે દૂર થવાના જ. બાકીનાં રહેલાં અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયો. નું બહુ જોર પછી ચાલે નહીં. એ જરૂર પિતાનું પોત પ્રકાશે, આડા આવે, પણ પછી જીવને હાથમાં એક ચાવી આવી ગઈ હોય એટલે પુરુષાર્થ વડે આગળ વધે. તે કષાયને લડત આપવા જેટલી શક્તિ આત્માએ પ્રગટ કરી લીધી હોય. લડતાં ક્યારેક હારે તે પણ ફરી ઉભો થઈ, શૌર્ય બતાવે અને આખરે કષાએ હાર સ્વીકારવી જ પડે. તેને દૂર થયે જ છૂટકે. પણ એક વાર જે મિથ્યાત્વને મારી ને ભગાડયું તે જ આ બધું કરવા માટેની સહજદશા આત્મામાં જાગૃત થઈ જાય. જેમ વિભાવે પરિણમતા આત્મામાં રાગાદિની દશા સહજ રૂપે દેખાય છે તેમ જ્યારે જીવ સ્વભાવે પરિણમવા માંડે એટલે મેક્ષદશા પણ એટલી જ સહજ થઈ જાય. રાગાદિ ભાવે જ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ અનેક પ્રકારનાં છે. તેમાં જિનેશ્વર અને જિનેશ્વરના માર્ગની અડેલ, અચલ, નિષ્કપ શ્રદ્ધા ન થવી તે પણ મિથ્યાત્વ છે. જ્યાં સુધી જિનવચનમાં શ્રદ્ધા નથી, જિનનાં પ્રરુપેલા માર્ગ પ્રત્યે સમર્પણતા નથી, જિનેશ્વર પ્રતિ અનન્ય ભક્તિભાવ નથી. ત્યાં સુધી જીવ આત્મસાક્ષાત્કાર સુધી ન પહોંચી શકે. મિથ્યાત્વ ભાવે હટી સમ્યગદર્શન ની પ્રાપ્તિ ન થઈ શકે.