________________ તે કારણ છેદક દશા 219 છે, સર્વથી ભિન્ન છે, અસંગ છે, આવી પ્રતીતિ તેને વર્તતી હોય તેથી કમભાવ તે મારો ભાવ નથી પણ વિકાર છે. તેની દઢ શ્રદ્ધા તેનાં અંતરમાં રમતી હોય, તેથી કર્મભાવ પ્રત્યેની આસક્તિ તૂટી ગઈ હેય. આ છે નથી પણ કર્મભાવ અજ્ઞાન છે. સમક્તિીને કર્મભાવ છૂટી ગયો હોય અને મોક્ષભાવ પ્રગટ થઈ ચૂક્યું હોય. હવે કર્મબંધના કારણ અને તેનાં પંથ વિષે શ્રીમદ્જી ફરમાવે છે. જે જે કારણ બંધના, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, એક્ષપંથ ભવ અંત•૯૯. રાગ અને દ્વેષ આ બે મુખ્ય કારણ છે કર્મબંધનાં, થોડે વિસ્તાર કરીએ તો મિથ્યાત્વ,-અવ્રત, પ્રમાદ, કષાય, અને વેગ આ પાંચ કારણે કર્મબંધનાં છે. આ કારણેનું સેવન અને તેનાં પ્રત્યેની આસક્તિ જ જીવને એ માર્ગમાં રોકી રાખે છે. સામાન્ય રીતે એમ થાય કે કઈ પદાર્થ કે વ્યક્તિને રાગ, માણસને હોય તે તે સમજ્યા! પણ રાગને રાગ કઈ રીતે હોય? એ તે કઈ આંખે દેખાતે સ્થૂલ પદાર્થ નથી કે તેને જોઈ તેના પર રાગ જાગે ! પણ આપણાં જ અંતઃકરણને તપાસીએ કે જેના પ્રત્યે આપણને રાગ છે તે રાગને ટકાવી રાખવા માટે, એ વ્યક્તિનું આપણે કેટલું કરીએ છીએ ! તેને કેટલે ખ્યાલ રાખીએ છીએ? તન-મન, ધનથી કેટલો ભેગ આપીએ છીએ? અમુક પ્રકારની શક્તિ ન હોવા છતાં પણ શક્તિનો વિચાર ન કરતાં રાગીનાં રાગને સંભાળવા કેટલે શ્રમ વેઠીએ છીએ ! વાસ્તવમાં તે વ્યક્તિ માટે આ બધું નથી કરતાં પણ આપણાં અંતરમાં પડેલા રાગ-ભાવને પિષણ જોઈએ છે. આલંબન વગર તેનું પોષણ થાય નહીં. તેથી એ વ્યક્તિને આધાર બનાવી, આપણું પિતામાં રહેલા રાગભાવને પંપાળ્યા કરીએ છીએ. એ વ્યક્તિને આપણા પ્રત્યેનાં રાગમાં જરાય ઉણપ ન આવે તે માટે પણું એટલે જ પરિશ્રમ! આ છે રાગને રાગ !