________________ છે કારણ છેઠઠ દશા...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, મેક્ષભાવ જાગૃત થયા પછી જ થાય છે. અનાદિકાળથી જીવ બંધભાવમાં જ પડયો છે. આજ સુધીની જીવની સર્વ પરિણતિ બંધ અથે જ થઈ. વૈભાવિક પરિણમને એ કાં તે જીવને શુભ કર્મને બંધ કરાવ્યું કાં અશુભ કર્મને. આ બંધ દશા એ જ છે અજ્ઞાનભાવ, એ જ છે કમભાવ. શુભ અને અશુભ બંને ભાવને કર્મભાવ કહ્યાં અને કર્મભાવને અજ્ઞાન કહ્યું. અર્થાત્ પાપભાવ પણ અજ્ઞાન અને પુણ્યભાવ પણ અજ્ઞાન, આમ શા માટે? મિથ્યાત્વી જીવ પાપ અને પુણ્ય બંને પ્રકારનાં કર્મોને બંધ કરે છે. મિથ્યાત્વી છે, માટે માત્ર પાપ જ બાંધે એમ નથી. એ જીવને પણ કષાયની મંદતા હોય, મન-વચન-કાયાનાં શુભ ગ પ્રવર્તતા હોય તેથી પુણ્યબંધ થાય. અને સભ્યત્વ થયા પછી પણ જીવ શુભઅશુભ બંને પ્રકારનાં ભાવે વડે પુણ્ય-પાપ બંનેનો બંધ કરે. જે બંને પ્રકારનાં જીનાં પાપભાવ અને પુણ્યભાવને અજ્ઞાન કહ્યાં તે બને છમાં અંતર શું રહ્યું? બંને અજ્ઞાની જ કહેવાયા ! પણ, ના, એમ નથી. પ્રથમ તે એ સમજીએ કે પુણ્ય-પાપનાં બંધને રૂચિને, પ્રીતિને અજ્ઞાન કહ્યું. મિથ્યાત્વી જીવને તે કર્મભાવમાં આસક્તિ હોય જ, પ્રીતિ હોય જ તેથી તેને તે ભાવ અજ્ઞાનરૂપ છે. પણ સમકિતી જીવનાં મતિ-શ્રત પણ અજ્ઞાનરૂપ ન રહેતાં જ્ઞાનરૂપ પરિણત થઈ ગયાં હોય, તેથી તેની સ્વ-સ્વરૂપની દષ્ટિ ખૂલી ગઈ હોય. પોતે આત્મા