________________ 217 મેક્ષ ભાવ નિવાસ પણ પ્રભુ ! આ કહ્યું કે આપને ?" “અરે ખુદ અંધકાર જ રડતા-રડતે આવ્યા હતા મારી પાસે !" “પ્રભુ, પ્રભુ ! માફ કરે મને! મારા અનંતકાળનાં અનવરત ભ્રમણમાં મેં કયાંય અંધકારને જે જ નથી ! એ કે હેય એની જ મને ખબર નથી !" બંધુઓ! ખરેખર! જ્યાં પ્રકાશ આવે ત્યાં અંધકાર ટકી જ ના શકે. તે તેણે અંધકારને ક્યાંથી જે હેય? બસ આમ આપણે પણ જ્ઞાનનું કિરણ પ્રગટાવીએ તે અજ્ઞાન રૂપી અંધકાર ઊભે રહી શકશે નહીં. આપણી દેહાત્મબુદ્ધિ, મન, પ્રાણ, કે ઈન્દ્રિયોને આત્મા માનવાની ભૂલ એજ આપણું અજ્ઞાન છે. આ અજ્ઞાનને ટાળવા ભેદ-વિજ્ઞાનને પ્રગટ કરીએ. પ્રથમ-જડ-ચેતન ભેદ વિજ્ઞાન, દેહ અને આત્મા ભિન્ન છે. દેહ જડ છે. આત્મા ચેતન છે. બીજુ - સ્વભાવ - વિભાવ ભેદ વિજ્ઞાન - જ્ઞાનાદિ તે આત્માનાં સ્વભાવ છે અને ક્રોધાદિ તે વિભાવ છે. ત્રીજુ-સ્વભાવ પર્યાય અને સ્વભાવ ગુણ ભેદ વિજ્ઞાન-ગુણ શૈકાલિક છે અને નિત્ય છે. પર્યાય ક્ષણિક છે. ચેથું-ગુણ-દ્રવ્ય ભેદ વિજ્ઞાન–જેમાં ગુણ રહે તે દ્રવ્ય. હું આત્મા દ્રવ્ય છુ. અને જ્ઞાનાદિ મારા ગુણે છે. આમ અનેક પ્રકારે ભેદ વિજ્ઞાન કરવા તે જ્ઞાન છે અને આ થતાં જ અજ્ઞાન નાશ પામશે. રાગદશા એ જીવની ભ્રમણા છે. અજ્ઞાન છે. જીવનમાં શુદ્ધ સ્વરુપમાં કયાંય રાગાદિ નથી. આવી દઢ શ્રદ્ધા એ જ જ્ઞાન છે. જ્ઞાન પ્રકાશ છે. પ્રકાશ વિના માર્ગ સૂઝે નહીં માગે ચાલી શકાય નહીં, આગળ વધાય નહીં. પ્રકાશ હોય તે જ પથ પર ડગ ભરી શકાય. અહીં ગુરુદેવ, શિષ્યને મોક્ષને માર્ગ બતાવી રહ્યાં છે. તેમાં સર્વ પ્રથમ જ્ઞાનપ્રકાશની આવશ્યકતા છે. તે જ પગ ઉપડશે માટે પ્રથમ અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રગટાવવું તે કર્તવ્ય છે એમ કહે છે. - આ પદને સમજાવવા અહીં લગભગ 22 ગાથાઓમાં વિસ્તૃત વિવેચન કર્યું છે જેથી શિષ્ય મોલોપાય યથાર્થ રીતે સમજે. આગળ અવસરે..