________________ 215 મિક્ષ ભાવ નિવાસ મળી, પંચેન્દ્રિય થયે એ પણ નામકર્મને ઉદય, ઉચ્ચગોત્ર મળ્યું તે ગોત્ર કર્મને ઉદય. શારીરિક સુખાકારી પ્રાપ્ત થઈ એ શાતાવેદનીયને ઉદય. આમ અત્યારે આપણું જે સ્વરૂપ છે તે કર્મનાં કારણે જ છે. માટે તે વૈભાવિક સ્વરૂપ છે. જીવનાં પિતાનાં સ્વરૂપમાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયપણું, ઊંચકૂળ શારીરિક, માનસિક અનુકૂળતાઓ આદિ–આદિ નથી, તેથી એ બધું જ જીવની વિકૃત પર્યાએ થઈ. પર્યાને પિતાનું સ્વરૂપ માની લેવું તે ઘોર અજ્ઞાનતા છે. પર્યાય નાશવાન છે. સદા રહેનાર નથી. જ્યારે આત્મા તે સદા અસ્તિત્વવાનું શુદ્ધ દ્રવ્ય છે. પ્રાપ્ત થયેલી પર્યાયોમાં પ્રીતિ કરવી, તેમાં આસક્ત રહેવું તે અજ્ઞાન છે. કર્મનાં ઉદયે પ્રાપ્ત થયેલી સ્થિતિમાં પ્રીતિ રાખવી તેને જ પિતાની માનવી અને પોતાનું મૂળ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, ત્રિકાળી ચિન્મય સ્વભાવ છે તે ભૂલી જવું તેનાં જેવું કંઈ અજ્ઞાન નથી. પિતાનું સ્વરૂપ તે મોક્ષ છે. સદા-સર્વદા નિજાત્મમાં વાસ કરે તે જ છે મોક્ષ. સ્વમાં વાસ કરવાનું છે. પુદ્ગલની પર્યાને સ્વ માની તેમાં જ આજ સુધી વાસ કર્યો છે ત્યાંથી હટી જઈ સ્વ ઓત્મામાં સ્થિર થવું તે જ છે મેક્ષભાવ. એ મેક્ષભાવ પ્રગટ કરવા માટે અંધકાર સમ અજ્ઞાનને નાશ કરે પડશે અને તે જ્ઞાનપ્રકાશ આવતાં જ નાશ પામે અન્યથા નહીં. અંધકારને દૂર કરવા માટે એક નાનો દી જ બસ છે. પણ એ પ્રગટ જોઈએ. કવિવર રવીન્દ્રનાથે એક કાવ્યમાં સુંદર કલ્પના રજુ કરી છે. સંધ્યાના ઓળા ઉતરી રહ્યાં છે. સૂર્ય અસ્તાચલ પર જઈ રહ્યો છે. સૂર્યનાં મુખ પર ઉદાસી છે. ચિંતાથી ફિક્કો પડી ગયો છે. માનવ જગત, પ્રાણ જગત, વનસ્પતિ જગત, સર્વ તેની સામે હાજર છે. કેઈકે પૂછ્યું : “સૂર્યદેવ ! જતાં-જતાં અપના મુખ પર ચિંતા કેમ દેખાય છે ?" સૂર્ય જવાબ આપે છે : “હું તે જઈ રહ્યો છું. આખું યે જગત અંધકરમાં ડૂબી જશે. અને તે પાછા ફરતા સમય લાગશે. ત્યાં સુધી જગતને અજવાળવાનું કામ કોણ કરશે ?" સહ સ્તબ્ધ થઈ ગયા. સૂર્યદેવનું વિરાટ કાર્ય કોનાથી થઈ શકે ? કઈ જવાબ આપી શકતું નથી. એટલામાં એક ખૂણે પડેલું નાનું એવું કેડિયું સળવળ્યું :