________________ 214 હું આત્મા છું યાદ આવતું હોય તે સમજી લેજે કે મપાય આપણું માટે પણ સહજ જ હોઈ શકે. અહીં ગુરુદેવે પાત્ર ને પીછાણ્યું છે અને જ્ઞાન આપી રહ્યાં છે તેથી જ કહે છે તારા માટે મેપાય સમજ બહુ જ સહેલે છે. ગુરુદેવનાં મુખમાંથી નીકળેલા ઉપકારી વચને શિષ્યને પણ ગદ્ગદ્ કરી મૂકે છે. બંધુઓ! ગુરુદેવની અસીમ કૃપા-ધારા શિષ્ય પર વરસી રહી છે. આ ક્યારે વરસે? ક્યારે આવા સુંદર ઉદ્ગારે ગુરુદેવનાં મુખમાંથી નીકળે? શિષ્યની એવી ભવિતવ્યતા હોય ત્યારે જ. આપણે પણ ઈચ્છીએ કે આપણાં ગુરુજનેનાં મુખમાંથી હંમેશા આપણા માટે આશિષ વચને જ નીકળે. પણ ભાઈ ! ગુરુદેવનાં હૃદયને સં ધ્યું ન હોય તે એ કેમ બને ! ગુરુદેવનું અંતઃકરણ ગમે તેટલું ઈચ્છે તે પણ આપણી અપાત્રતા તેમનાં હૃદયને કેળવા જ ન દે. વચને નીકળે જ નહી માટે આપણે પાત્ર બનવાની અત્યંત જરૂર છે. પિતાનાં અંતકરણના ભાવે પ્રદર્શિત કર્યા પછી હવે મોક્ષપાય શું છે તેનું સુ-વિસ્તૃત વિવેચન ગુરુદેવ આપી રહ્યાં છે. જીવની કયાં ભૂલ છે તે સમજાવતા ગુરુદેવ કહે છે કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ 98.... વત્સ ! મેક્ષમાર્ગને પામવા સર્વ પ્રથમ અજ્ઞાનને સમજીને ટાળવું આવશ્યક છે. અજ્ઞાન શું છે ? ગાથામાં કહ્યું : કર્મભાવ અજ્ઞાન છે. કર્મના ઉદયે કરીને મળેલ સ્થિતિને પિતાની સ્થિતિ માનવી, પિતાનું સ્વરૂપ માનવું તે કર્મભાવ છે. આપણને કઈ પૂછે: તમે કેણ છે? આપણે કહીએ અમે મનુષ્ય છીએ. ઠીક છે. અન્ય ભેદોને વિસરી જઈ, માનવતાવાદી દષ્ટિકોણથી એમ કહો તે બરાબર છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીએ તે હું મનુષ્ય છું એમ માનવું તે અજ્ઞાન છે. કારણ મનુષ્યપણું પામવું તે ઔદાયિક ભાવ છે. કર્મોનાં ઉદયે કરી મનુષ્ય થવાય ? જીવ જ્યારે મનુષ્યગતિ નામ કર્મ બાંધે, મનુષ્યનું આયુષ્ય બાંધે, ત્યારે તેના પરિણામ સ્વરૂપ મનુષ્ય થાય. તેની સાથે જે-જે ઈન્દ્રિ