________________ ૨૧ર , હું આત્મા છું કે સંતસમાગમ મળ્યા પછી પણ તેઓનાં સાનિધ્યે જે પ્રાપ્ત કરવાનું છેતે નથી કરી શક્તાં. બે કાંઠે વહેતી નદીનાં તીરે માત્ર તાડ જેવા થઈ ઉભા રહીએ તે અંજલીભર પાણી પણ ન પામીએ કે તૃષા ન છીએ. પણ વાંકા વળીને પાણીની અંજલી ભરીએ તે જરૂર મીઠા પાણીનાં આસ્વાદ સાથે એ પ્યાસ બુઝાવવાનું કામ કરે. પણ વાંકે વળે તે ને ? નમે તે ને ? અહંકાર જાય અને નમ્રતા પ્રગટે તે જ કંઈક પામી શકાય સુયોગ્ય શિખ્ય અતિ નમ્ર બની ગુરુદેવ સમક્ષ શંકા મૂકે છે. હવે તીવ્ર તાલાવેલી જાગી છે. માત્ર સમજવાની જ નહીં પણ યથાર્થ સમજુ તે યથાર્થ આચરી શકું એવા ભાવ લઈને ગુરુદેવ સમીપે હાજર થયે છે. ગુરુદેવ પણ શિષ્યની યોગ્ય ભાવનાને એ જ યંગ્ય પ્રતિસાદ આપતાં કહે છે. પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીતઃ થાશે મેક્ષેપાયની, સહજ પ્રતીત એ રીત...૯૭.... હે શિષ્ય ! મારૂં અંતઃકરણ પ્રસન્નતા અનુભવે છે. મારો શ્રમ સાર્થક થતે નિહાળું છું. તને તત્વ આત્મસાત્ થયું છે, તે વિચારી, ચિંતન કરી શ્રદ્ધામાં ઉતાર્યું છે. બંધુઓ ! શ્રીમદ્જીએ કે સાર્થક શબ્દ પ્રયોગ કર્યો છે ! “આત્મા વિષે પ્રતીત’ શિષ્ય માત્ર બુદ્ધિથી નથી સ્વીકાર્યું પણ વિચારીને આત્મા સુધી પહોંચાડયું છે. આપણે બુદ્ધિ દ્વારા ઘણી વાતે સ્વીકારી લીધી હોય છે પણ તેને શ્રદ્ધા સુધી પહોંચાડતા નથી તેથી તે આચરણમાં ઉતરતી નથી. અને તેથી જ આપણું જ્ઞાન માત્ર બુદ્ધિએ ભેગી કરેલી માહિતી રૂપ જ રહે છે પણ “જ્ઞાનસ્ય રિતિક” નાં ન્યાયે આચારરૂપમાં આવતું નથી. શ્રદ્ધામાં બેસે તે જ આચારરૂપે સાકાર થાય. ગુરુદેવે શિધ્યમાં જ્ઞાન આત્મસાત્ થતું જોયું તેથી જ તેઓ શિષ્ય પર વધુ કૃપા વરસાવી રહ્યા છે. તેઓ કહે છે પાંચે ઉત્તરે મેં આપ્યા તેની પ્રતીતિ તને થઈ છે તે જ તારી ગ્યતાને સાબિત કરે છે, તેથી જ મારું હૃદય બેલે છે કે એ જ રીતે મેલેપાયની પ્રતીતિ પણ તને સહજ