________________ મક્ષ ભાવ નિજવાસ 211 હોય તે તેવી શ્રદ્ધા તૂટતા વાર નથી લાગતી. કેઈ વ્યકિતમાં મૂકેલી શ્રદ્ધા પણ વિચારપૂર્વકની ન હોવાનાં કારણે તૂટી જતી હોય છે. તત્વનું પણ એમ જ છે અહીં શિષ્યની શ્રદ્ધા વિચારણાથી નિષ્પન્ન થયેલી છે. શિષ્ય છઠ્ઠા પદને યથાર્થ રૂપે સમજવાની તૈયારી વાળે થયો છે અને ગુરુદેવ સુપાત્ર શિષ્યની યોગ્યતા પર પ્રસન્ન થઈ તેને પોતાનાં અંતરમાં પડેલું સર્વ જ્ઞાન આપવા તત્પર થયાં છે. બંધુઓ ! યેગ્ય પાત્ર વિના અનુભવી ગુરુ જ્ઞાન આપે નહીં. આજે ભારતમાંથી અનેક ઉચ્ચકેટીની વિદ્યાઓ સમાપ્ત થઈ ગઈ તેનું કારણ એ જ છે. પાત્રનાં અભાવે વિદ્યાધારી પુરુષ તે વિદ્યા પિતાની સાથે લઈ ગયા, પણ કોઈને આપી શક્યાં નહીં. કેટલાંક વર્ષો પહેલાની વાત કરું. અમારા દાદાગુરુ પૂજ્ય તપસ્વીજી શ્રી માણેકચંદજી મહારાજની જ્ઞાનપિપાસા અતિ તીવ્ર હતી. તેઓ જ્ઞાનપ્રાપ્તિ અર્થે એ જમાનામાં મારવાડ પધાર્યા કે જ્યારે વિહારની કઠિનતા ઘણું હતી. યુવાન વયે પૂન્ય ફકીરચંદજી મહારાજ સાહેબની સેવામાં રહ્યાં. પૂજ્ય તપસ્વીજી મહારાજમાં વિનય નમ્રતા–વિવેક વગેરે ગણો એટલાં હતાં કે તેઓની ગ્યતા જોઈ પૂજ્ય ફકીરચંદજી મહારાજ સાહેબ ફિદા-ફિદા થઈ ગયાં. તેઓએ કહ્યું હતું કે આ કાઠિયાવાડી સાધુની સુપાત્રતા જોઈ મારું હૃદય સંતોષ પામે છે. મારી પાસે રહેલા જ્ઞાનને આપવા માટે હું પાત્રની શોધમાં હતું. મને મળી ગયું. મારું બધું જ જ્ઞાન હું એને આપી દઈશ. અને બંધુઓ ! પૂ. ફકીરચંદજી મહારાજે હૃદયના ઉલ્લસિત ભાવે પૂ. તપસ્વીજી મહારાજ સાહેબને સર્વ જ્ઞાન આપી દીધું. પૂ. તપસ્વીજી મહારાજ અથાગ જ્ઞાન લઈ મારવાડથી પાછાં પધાર્યા. આ કાળમાં પણ એવા મહાપુરુષ હશે કે જેઓની પાસે આગમ જ્ઞાનનાં ઊંડા મર્મો ભર્યા હશે આપણે પાત્ર બનીએ તે એ મર્મો અને સાધનાનાં સૂત્રો પામી શકીએ. પાત્ર ન બની શકવામાં મોટામાં મોટું વિન કેઈ હોય તે તે છે આપણે અહંભાવ. હું કંઈક છું, કંઈક વિશિષ્ટ છું, બીજામાં નથી તે મારામાં છે, આવી જાતને અહંકાર આપણને યંગ્ય બનવા દેતું નથી. અધૂરા ના અધૂરા જ રહીએ છીએ અને પરિણામે ગુરુગમ