________________ ઉદય ઉદય સદ્દભાગ્ય 209 અમે એકવાર પૂ. બાપજીને પૂછયું-“બાપજી! આ જ પ્રશ્ન અમે પણ પહેલાં પૂછ્યું હતું, પણ આપે અમને આવું સમાધાન ન'તું આપ્યું.” પૂ. બાપજીએ ફરમાવ્યું કે " આ શ્રાવકની કઈ ભવિતવ્યતા એવી છે. પાત્રતા ઉંચી કેટીની છે કે મારા મુખમાંથી પણ અનાયાસે જ આવા શબ્દ નીકળે છે. અને પછી તે જાણે અમારે કમ થઈ ગયો કે જ્યારે લાલચંદજી દર્શન કરવા આવે કે અમે પૂ. બાપજીનાં ચરણોમાં હાજર થઈ જઈએ. અને અમને શાસ્ત્રનાં અદૂભૂત રહસ્ય જાણવા મળે. બંધુઓ! અહીં પણ ગ્ય શિષ્ય ગુરુદેવનાં ચરણોમાં, યોગ્ય શંકાએ લઈ રજુ થયો છે. અને ગુરુદેવનું ઉલ્લસિત અંતર શાસ્ત્રનાં ઊંડા રહને ઉકેલી રહ્યું છે. શિષ્યની શંકાનું સમાધાન કરવા ગુરુદેવ તત્પર થયાં છે. મોક્ષનાં ઉપાય રૂપ છઠ્ઠ પદ તે જ સર્વ શ્રેષ્ઠ પદ છે. બાકીનાં પાંચ પદને પણ યથાર્થ રીતે પ્રગટ કરવા અને અનુભવવા માટે આ પદ, તે ચાવીરૂપ છે. આ પદ તે જ સિદ્ધિરૂપ છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને આચરણમાં ઉતારવા જેવું આ પદ . સૌથી વધુ સમજીને આચરવા માટેનું પદ પણ આ જ છે. હવે ગુરુદેવ શિષ્યની શંકાનું સમાધાન કરવાની સાથે મોક્ષના ઉપાયે શું બતાવે છે તે અવસરે... ભાગ-૨-૧૪