________________ ...મોક્ષ ભાવે નિજવાસ ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, અગી દશાની પ્રાપ્તિ અર્થે છે. યોગી, મન-વચન-કાયાનાં અને સાધી લે છે. તેના પર નિયંત્રણ કરી લે છે. પિતાની ઈચછા પ્રમાણે યોગોનું પ્રવર્તન કરાવી શકે છે. યોગ દ્વારા અદ્દભૂત અને અસંભવ લેખાતાં કાર્યો કરી શકે છે. પણ જૈન પરંપરા ગીને મહત્વ ન આપતાં અયાગી સાધનાની મૌલિકતા ધરાવે છે. , જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી સંપૂર્ણ મિક્ષ નથી. કેવળી પરમાત્મા પણ વેગ સહિત વિચરણ કરે ત્યાં સુધી તેઓ સિદ્ધ થઈ શકે નહીં. જે સમયે સર્વ ગોનું રૂંધન કરી, અગી અવસ્થાને પ્રાપ્ત કરે તે સમયે તરત જ તેઓને મેક્ષ થઈ જાય. આ મોક્ષ ઉપાય વિષે શિષ્યનાં મનમાં શંકા છે. એ કહી રહ્યો છે. હે ગુર! આપે આપેલાં પાંચેય પદનાં સમાધાન બુદ્ધિ દ્વારા સમજી મારી શ્રદ્ધામાં મેં ઉતાર્યા. તેથી હવે મારા અંતરમાં તે વિષે કઈ શંકા નથી. બંધુઓ ! બુદ્ધિથી સમજવું એક વાત અને તેને ચિંતન દ્વારા વાગેની શ્રદ્ધામાં પચાવવું એ મહત્વપૂર્ણ વાત. શિષ્ય ચિંતક છે તેથી માત્ર બુદ્ધિથી અપનાવી કેરે તકવાદી નથી થયે. અને વિચાર્યા વગર માત્ર અંધશ્રદ્ધાથી પણ તત્વને નથી અપનાવ્યું. બુદ્ધિ અને શ્રદ્ધા બંનેને મેળ સાધી તત્ત્વને આત્મસાત્ કર્યું છે. જે તત્વ માત્ર ગતાનુગતિક શ્રદ્ધાથી સ્વીકારાયું હોય પણ સમજણપૂર્વક, વિચારપૂર્વક, યથાર્થતાની જાણપૂર્વક જે સ્વીકાર્ય ન બન્યું