________________ 208 હું આત્મા છું બંધુઓ! શ્રીમદ્જીએ આ ગાથામાં બહુ જ વિચારપૂર્વક સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. તેઓ કહે છે ઉદય ઉદય સદ્ભાગ્ય’ શિષ્ય કહે છે. આખાયે સંસારની રિદ્ધિ-સિદ્ધિ કે સંપત્તિ મળી જાય. સત્તા કે અધિકાર પ્રાપ્ત થાય તેમાં મારૂ સદ્ભાગ્ય નથી. કારણ એ તે જીવે અનેકવાર મેળવ્યું અને અનેકવાર ગુમાવ્યું તેની કેઈ નવાઈ નથી. પણ જે મને મોક્ષને ઉપાય લાધી જાય, તે વિષે મારા મનમાં શંકા ન રહે, મોક્ષ ઉપાય મારી શ્રદ્ધામાં બેસી જાય, મારા શ્વાસમાં વણાઈ જાય તેને મારી બુદ્ધિ સ્વિકારી લે, મારા આચરણમાં તે ઓતપ્રેત થઈ જાય. મારી વૃત્તિઓને તે નિર્મૂળ કરી નાંખે, મારી પ્રગતિને સમ્યગ્ર રાહે લઈ જાય, જે આટલું થાય તે મારા પુન્યને ઉદય થયે તેમ માનીશ. તે જ મારા સદ્દભાગ્યને ઉદય-સર્વોદય થયો એમ માનીશ, અહીં શિષ્ય, સમર્પિત ભાવે ગુરુદેવનાં ચરણે પિતાની સર્વ શ્રદ્ધા સમર્પિત કરતે થકે ગુરુદેવને વિનવી રહ્યો છે. હે ગુરુદેવ! બધાં સંશયોનું સમાધાન યથાર્થ રીતે થઈ ગયું છે. અંતઃકરણનાં એક ખૂણામાં પણ સંદેહ નથી. હવે માત્ર એક છેલ્લી શંકા છે. બસ, મને એનાથી નિઃશંક કરે. બંધુઓ! શિષ્ય જ્યારે આટલા સમર્પિત ભાવે, જિજ્ઞાસવૃત્તિથી ગુરુના ચરણમાં શંકા રજુ કરી રહ્યો છે ત્યારે ગુરુદેવને આત્મા પણ ઉલ્લસિત થઈ ગયું છે. આ પણ યોગાનુયેગ હેય છે. યોગ્ય પાત્ર જ્યારે આવા સંતની સન્મુખ આવે ત્યારે આપ આપ તેમનું અંતઃકરણ ખૂલી જાય છે. ઉલ્લસિત થઈ જાય છે. મને યાદ છે. 1971 માં અમે જબલપુર (એમ. પી.)માં હતાં ત્યારે ત્યાંના એક વૃદ્ધ શ્રાવક લાલચંદજી તેમનું નામ. મંદિરમાગી પણ તત્વ જિજ્ઞાસુ. તેઓ ચાર-આઠ દિવસે ઉપાશ્રય દર્શન કરવા આવે ત્યારે પ્ર. મોટા મહાસતીજી પાસે વિનયપૂર્વક કોઈ ને કોઈ પ્રશ્ન રાખે. તેઓની યોગ્યતા જ કંઈક એવી કે એ પ્રશ્નને જવાબ પૂ. બાપજી આપે તે એ અદૂભૂત હોય, અમે તો સાંભળીને તાજુબ થઈ જઈએ. એ જાય પછી