________________ 206 હું આત્મા છું દિગમ્બરે એમ કહેશે કે દિગમ્બર વેષે જ મેક્ષ મળે. શરીર પર વસ્ત્ર હિય તે પણ મેક્ષ ન મળે. અને તેથી જ પિતાને શાનાં અઠંગ અભ્યાસી કહેવડાવતા વાચાળ લેકે દિગમ્બર જૈન ધર્મની ય બોલાવે! કેવી ઘર અજ્ઞાનતા? કેવી વિડંબના ! ભગવાન મહાવીરનાં ચરણોમાં દિક્ષીત થયેલા સાધુઓમાં કેટલાંક સચેલક અર્થાત્ વસ્ત્રધારી અને કેટલાંક અચેલક એટલે વસ્ત્રવિહૂણાં, નગ્નત્વને ધારણ કરનારા હતાં. છતાં બંને પ્રકારનાં સાધુઓ સાધના દ્વારા મેક્ષ પામી ગયા. કેઈને પણ દિગમ્બરત્વ કે શ્વેતામ્બરત્વનું લેબલ લાગેલું ન હતું છતાં તેમને મેક્ષ થવામાં કયાંય વાંધો આવે નહીં. એટલું જ નહીં સ્ત્રીને મેક્ષ ન થાય. પુરુષને જ થાય એવી પણ એક જોરદાર માન્યતા પ્રવર્તે છે. માતા માદેવી, ચંદનબાળા, મૃગાવતી વગેરે ક્ષે પધાર્યા છે તેમ તેઓ સ્વીકારે નહીં. સીશરોર મોક્ષપ્રાપ્તિને પુરુષાર્થ ન કરી શકે. અરે ! આ કાળમાં પણ આપણે એવી વિરાંગનાઓ સાંભળી છે. ઝાંસીની રાણુ અને લક્ષ્મીબાઈ જેવી શુરતાથી ભરેલ નારીઓએ મોટા યુદ્ધો આપ્યા છે. કેવી શક્તિ હશે એમનામાં? છતાં આવી માન્યતાઓ ચાલે છે. શિષ્ય આવી અનેક માન્યતાઓને જાણે છે તેથી એ પૂછે છે કે કઈ જાતિ, વેષમાં મોક્ષ થાય તે નિર્ણય કરી શકાતું નથી અને જે એનું સમાધાન ન મળે તે પછી બધું જ વ્યર્થ તેથી એમ જણાય છે, મળે ના મક્ષ ઉપાય જીવાદિ જાણ્યા તણે, શો ઉપકાર જ થાય? 95. ગુરુદેવ ! વિચારતાં એમ લાગે છે કે આટલા મતભેદ, આટલી વિભિનતા જ્યાં પ્રવર્તીતિ હોય ત્યાં મેક્ષને સચોટ ઉપાય મળે જ શી રીતે? અને જે મેક્ષઉપાય ન હોય તે આપે આત્મા છે કહીને જે પાંચ પદો સમજાવ્યા તેને અર્થ પણ શું ? શા માટે એ જાણવા? એથી લાભ શો?