________________ ઉદય ઉદય સદ્ભાગ્ય 205 જાય, નીતિ–સદાચાર માં બંધાઈને રહી સાત્વિક જીવન જીવે એ જોવાનુ કામ બ્રાહ્મણોનું હતું. વૈશ્યનાં હાથમાં આખું યે અર્થતંત્ર હતું. આર્થિક દષ્ટિએ રાજ્યને વિકાસ કરે, રાજ્યને સમૃદ્ધ બનાવવું. અન્ય પ્રદેશમાં પિતાનાં દેશની આબરૂ કેમ વધારવી આ કાર્ય વૈશ્યાનું હતું અને સમાજ જીવનની જરૂરિયાતને સર્વ રીતે પૂરી પાડવાનું કામ શુદ્રોનું હતું. આમ આખીયે મનુષ્ય જાતિ નિર્ભયતા અને સરળતાથી વ્યવસ્થિત જીવન જીવી શકે માટે આ વ્યવસ્થા થઈ હતી. અને જ્યાં સુધી આ મૂલ્ય સચવાયા ત્યાં સુધી સહુ સંપ સંગઠ્ઠનથી જીવ્યા. પણ મળેલ મેટાઈને પચાવવાની તાકાત ન હોય તે અજીર્ણરૂપે પરિણમે ક્ષત્રિય, બ્રાહ્મણે તથા વૈશ્ય મોટાઈન ગુમાનમાં ભાન ભૂલ્યા અને શુદ્રોને હડધૂત કરવા માંડ્યા. તેઓને કંઈ જ અધિકાર નહીં. સામાજિક દરજજે પણ નહીં અને ધર્મ કરવાને અધિકાર પણ નહીં ભૂલ-ચૂકે મંદિરનાં આંગણુમાં તે નહીં પણ મંદિરના પાછળનાં ભાગમાં કઈ ક્ષુદ્ર આવી ચડયે અને અજાણતાં જ વેદના મંત્રે તેનાં કાનમાં પડી ગયા તે એ એને એટલે મેટો ગુન્હ લેખાતે કે મૃત્યુદંડથી ઓછી સજા એને ન હોય. એટલું જ નહીં તુલસીદાસ જેવા ભકતકવિ જ્યાં એક બાજુ એમ બતાવે કે રામચંદ્રજી હલકી એવી ભીલ જાતિને પણ ગળે લગાવે. ત્યાં બીજી બાજુ એ કહે કે શુદ્ર તે તાડનને અધિકારી છે. તેને માટે જ જોઈએ. વિચારો બંધુઓ ! કેટલી હદ સુધી માનવની માનવતા મરી પરવારતી હશે ! એટલું જ નહીં એક સમય એ પણ આવ્યું કે ક્ષત્રિય એમ માનવા લાગ્યા કે ધર્મ તે શૂરવીરે જ કરી શકે. અમારામાં શૂરવીરતા છે. માટે અમે જ ધર્મ કરવાના અધિકારી, અન્ય નહીં. વળી અમુક શાસ્ત્રાભ્યાસ બ્રાહ્મણ જ કરી શકે. બીજાને શાસ્ત્રને સ્પર્શ કરવાને પણ હક્ક નહીં. આમ સામાજિક ક્ષેત્રે તથા ધાર્મિક ક્ષેત્રે આવી માન્યતાઓનું પ્રચલન વધતું ચાલ્યું. એથી જ શિષ્યનાં મનમાં પ્રશ્ન છે કે કઈ જાતિમાં જન્મ લેવાથી મોક્ષ મળે? - બીજી વાત-કયા વેશમાં મેક્ષ ? મોટા ભાગનાં જેને એમ માનતા હોય છે કે જેનો વેષ ધારણ કર્યો હોય તે જ મેક્ષ મળે, એટલું જ નહીં