________________ ઉધ્ય ઉદય સદ્દભાગ્ય ! વાતરાગ પરમાત્મા, અનતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાને હેતુ છે મોક્ષ. મક્ષ હાય પણ મેક્ષને ઉપાય ન હોય તે મોક્ષ થાય શી રીતે ? એ શંકા શિષ્યનાં મનમાં ઉદ્દભવી છે. એ માટે જેટલાં પ્રશ્નો એનાં મનમાં ઉઠયાં તે સર્વ પ્રશ્નો ગુરુદેવ સમક્ષ રાખી રહ્યો છે. અન્ય પદેનાં વિષયમાં આટલા પ્રશ્નો તેને થયા ન હતાં, કારણ એ છે કે શિષ્યનાં અંતરમાં મોક્ષ પ્રાપ્તિની પ્રબળતમ પિપાસા જાગી છે. નરી મુમુક્ષુતા તેનામાં ભરી પડી છે. તેના અંતરની શ્રદ્ધા અને કહે છે કે હું આત્મા છું, હું જ પરમાત્મા છું. પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકું છું. તે શા માટે એ દિવ્ય શક્તિ પ્રગટ ન કરી લેવી ? મારા અંતરમાં જ અનંત સુખને શાશ્વત નિધિ પડે છે તે એને કેમ ન મેળવું ? ભૌતિક સમૃદ્ધિ માટે પણ આવું થતું જોઈએ છીએ. બંધુઓ ! જ્યારે તમને ખ્યાલ આવે કે અહીં મારે આટલે હક્ક છે. આટલે અધિકાર છે તે મેળવવા માટે મહેનત કરે કે નહીં ? જેટલા ઉપાય કરવા પડે તે કરે ને ? અરે ! અધિકાર મેળવવા લડવું-ઝઘડવું પડે, એથી આગળ વધી કેટે ચડવું પડે તે પણ તૈયાર ને? એટલું જ નહીં, હક્ક મેળવવા જતાં થડી આબરૂ ગુમાવવી પડે તે એ ગુમાવીને પણ મેળવી લે ને? આમ શા માટે? એ અધિકાર પ્રત્યેનું આકર્ષણ અને મળ્યા પછી તેનાથી મળતાં સુખની કલ્પના એટલી બધી પ્રબળ હોય કે એ મેળવ્યાને પ્રયાસ કર્યો વગર રહો જ નહીં. બંધુઓ ? જાણે છે કે આ ભૌતિક સંસારની મળેલી સમૃદ્ધિ કે અધિકારો કેટલાં સમયનાં ! અલ્પ સમયનાં જ. વળી એ મલ્યા પછી સુખશાંતિ મળશે જ એવી ગેરેન્ટી પણ નહીં. કદાચ દુઃખરૂપ પણ નીવડે.