________________ 202 હું આત્મા છું એમ કહે છે કે અમારે મત સાચો છે! અમારા મતની માન્યતાથી જ પરમાત્મદર્શન થાય. અન્ય કોઈ પ્રભુનાં દર્શન કરાવવામાં સમર્થ નથી. અહીં પરમાત્મદર્શન અર્થાત નિજ આત્માની ઉપલબ્ધિ. બીજા શબ્દોમાં કહીએ સમ્યગુદર્શન. સમ્યગદર્શનની પ્રાપ્તિનો માર્ગ સહુ જુદાં-જુદાં બતાવે છે. તેમાં પણ પિતે માનેલા મત-પંથ-સંપ્રદાયનાં રાહે ચાલવાથી જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થશે તેમ કહે છે. શિષ્ય બધાંજ દર્શનેને અભ્યાસ કર્યો છે. અનેકની વાત સાંભળી છે. તેથી તે મુંઝવણમાં મૂકાઈ ગયું છે કે આટલાં બધાં માર્ગ માંથી કયો માર્ગ સાચે ! વળી એકાદ માર્ગને સાચે માની તેનાં પર ચાલવા માંડીએ અને જે એ માર્ગ પેટી મંઝિલે પહોંચાડે તે ત્યાંથી પાછું ફરવું ભારે જ પડે. માટે હવે ક્યાં માર્ગને ગ્રહણ કરે? સાચા અને બેટા માર્ગને વિવેક કેમ કરે? અને જો એ વિવેક ન થતું હોય તે પછી કયાં માર્ગને આરાધ ? વળી બીજો પ્રશ્ન એ પણ છે કે આત્મા પર કર્યો તે અનાદિ કાળથી જ લાગેલા છે. અનંત ભૂતકાળમાં આ જીવ કર્મો કરતો જ રહ્યો છે. અને આ ભવનું આયુષ્ય તે કેટલું સિમીત ? આટલા નાના આયુષ્યમાં અનંતકાળનાં એકઠા કરેલા અનંતાનંત કર્મોને નાશ શી રીતે થઈ શકે? શિષ્યના મનમાં એ આશંકા છે કે જેટલે કાળ જીવે કર્મ બાંધવામાં કાઢયે એટલે જ સમયે તેને નાશ કરવામાં પણ જોઈએ ને ! માનવ ગમે તેટલે પુરુષાર્થ કરે તે પણ અનંત કર્મોને છેદવા જેટલું સામર્થ્ય તે તેનામાં હોય જ ક્યાંથી? આમ શિષ્યનાં મનમાં મક્ષ ઉપાય વિષે ગડમથલ ચાલી છે. અનેક દર્શનેનાં અનેક મત તેને મુંઝવી રહ્યાં છે. વળી તેની નજર સામે અનંત ભૂતકાળ ઉભે છે. તેથી મોક્ષનાં ઉપાય માટે કઈ સ્થિર ઉપાય દેખાતું નથી. આ ઉપરાંત પણ જગતની અન્ય માન્યતાઓ પણ તેને મુંઝવે છે. એ માન્યતાઓ શું છે? તે અવસરે.