________________ 204 હું આત્મા છું જ્યારે અહીં તે આમિક અધિકાર ની પ્રાપ્તિની વાત છે. શિષ્યને પિતામાં પડેલા પરમાત્મતત્વ પર દઢ વિશ્વાસ જાગે છે તેને પ્રગટ કરવાનાં ઉપાસે જાણવા છે. પણ અનેક મત દર્શનવાદીઓ પિત–પિતાનાં માર્ગને છાતી ઠોકીને સાચે ઠેરાવી રહ્યાં છે. બીજાને ખેટા કહી ભાંડી રહ્યાં છે. તે તેમાં સાચો માર્ગ કયે ? કેને અનુસરવું? તે વાતને શિષ્ય સમજી શક્યું નથી. વળી શિષ્ય અભ્યાસી છે. અનેક મત–પંથની માન્યતાઓને તે જાણે છે. આરાધના કરનાર વ્યક્તિ જેમ સત્ય માર્ગને જાણે તેમ બેટા માર્ગને જાણું લેવા પણ તેના માટે જરૂરી છે. કારણ અન્ય માર્ગની માન્યતાઓ તેના માર્ગમાં વિનરૂપ બનીને આડી ન આવે, પિતાને માર્ગ સરળ બને. તેથી જ આ વિષયમાં થતી અન્ય શંકાઓ ને ગુરુદેવ સમક્ષ રજુ કઈ જાતિમાં મેક્ષ છે. ક્યા વેષમાં મેક્ષ, એને નિશ્ચય ના બને, ઘણું ભેદ એ દોષ-૯૪.... હે ગુરુદેવ ! કઈ જાતિમાં જન્મ-લેવાથી મેલ થાય તે કૃપા કરીને સમજાવે. ભારતમાં પુરાણકાળથી જાતિભેદની વ્યવસ્થા ચાલી આવે છે. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણમાં માનવ સમુદાયનું વિભાજન કરવામાં આવ્યું હતું. જે કાળે આ થયું એ કાળે તેનું વ્યાવહારિક તથા ધાર્મિક મૂલ્ય હોય. સમયની માંગ સાથે આ વિભાજનની જરૂર પડી હેય તેથી થયું હોય. પણ કાળનાં પરિવર્તન સાથે ઘટિત થતું આવ્યું છે તેમ ધીરે-ધીરે મૂલ્ય ઘસાતા જાય. નવી પેઢીઓનાં નવા મૂલ્ય સ્થાપિત થાય અને જૂનાં મૂલ્ય ભૂલાતાં જાય તેનું પરિણામ હિતકારી પણ હોય અને અહિતકારી પણ હેય. કયારેક તે આવી વ્યવસ્થા વિકૃત બની જાય. તે એટલી હદ સુધી કે તેનાં મૂળભૂત સિદ્ધાંત બિલકુલ વિસરાઈ જાય. જાતિવણની વ્યવસ્થા તેના કાર્યોને અનુરૂપ થઈ હતી. ક્ષત્રિયને રાજ્યની ધૂરા સંભાળવાની, પ્રજાનું રક્ષણ અને વિકાસ એ બન્ને કાર્યો તેનાં. બ્રાહ્મણનાં હાથમાં ધર્મ–તંત્ર હતું. સામાન્ય જનસમુહ કુમાર્ગે ન ચાલ્યો