________________ ઉદય ઉદય સદ્દભાગ્ય 207 માત્ર હું જાણું છું એ અહંકાર વધારવા માટે તે આ જાણવું નથી. જે એ જ્ઞાન મેક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડતું હોય તે જ જાણવાને અર્થ છે. હે ગુરુદેવ ! મેં આપને આટલે શ્રમ આપે. કેટલા સમયથી આપને મારી શંકાઓ કહી-કહીને વ્યથિત કરી રહ્યો છું ! અને જો એ જાણવાનું કશું જ ફળ ન હોય તે મેં આપને વ્યર્થ પરિશ્રમ આપે ! શિષ્યનાં અંતકરણમાં ગુરુભકિત પડી છે. તેથી ગુરુદેવને શ્રમિત કરવા નથી માગતો, પણ સાથે-સાથે ગુરુદેવ પ્રત્યે અચલ શ્રદ્ધા છે કે તેમનાં ચરણમાં આવ્યો છું તે એમ ને એમ પાછે નહીં જાઉં. મારા અંતરમાં ગમે તેટલાં શંકાના ઝાળા હશે તે સર્વને સાફ કરી અંતરને સ્ફટિક જેવું નિર્મળ બનાવશે જ. માટે જ નિર્ભયતાથી ગુરુદેવ સમક્ષ એક પછી એક પ્રશ્નો રજુ કરી રહ્યો છે. જેમાં ચાલતાં શીખી ગયેલું બાળક આમ-તેમ દોડા -દોડી કરતું હોય, તેને ન તો પડવાને ભય હાય ન લાગવાને ભય. તે જાણતું હોય કે મારી પાછળ બહુ મોટું રક્ષણ છે મારી મા એ મને પડવા નહી દે. લાગવા નહીં દે. તેથી નીડરતા પૂર્વક ફરતું હોય. શિષ્યની અડેલ શ્રદ્ધા ગુરુ ચરણમાં સમર્પિત થયેલી છે તેથી તે અનેક તર્કો ચાહે યેગ્ય હોય કે અગ્ય તેની પરવાહ કર્યા વગર ગુરુદેવ પાસે મૂકી રહ્યો છે અને તેથી જ હવે છેલ્લે કહી રહ્યો છે– પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાગ સમજુ મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદૂભાગ્ય...૯૬ અહો ગુરુદેવ ! આપની અસીમ કૃપા મારા પર છે. આપે અમાપ વાત્સલ્ય મારા પર વહેવડાવ્યું, આપની અખંડ કરૂણાને ધોધ મારા પર વરસી રહ્યો છે. મારી પાંચેય શકાઓનું સમાધાન મને સર્વીશે થઈ ગયું છે. હવે એ વિષે એક અંશમાત્ર પણ શંકા અંતરમાં રહી નથી. હું ખૂબ જ આશ્વસ્ત થયો છું. હવે એક છઠ્ઠી શંકા આપના સમક્ષ રાખું છું. જે એની યથાર્થ પ્રતીતિ મને થઈ જાય તે હું મારી જાતને મહાન ભાગ્યશાળી માનીશ.