________________ 216 હું આત્મા છું મહારાજ ! ક્ષમા કરજે ! બહુ જ અલ્પબળ ધરાવું છું. નાનકડી કાયા છે. પણ આપની ઉદાસી મારાથી નથી સહેવાતી તેથી મારાથી બનશે એટલું કાર્ય આપના બદલે હું કરીશ !" અને સૂર્ય સંતોષનાં સિમત સાથે ક્ષિતિજમાં ઉતરી ગયે. બંધુઓ ! જ્યાં સૂર્ય પ્રકાશ નથી ત્યાં નાનકડું કેડિયું કંઈક પ્રકાશ જરૂર પાથરી શકે ! આપણું અંતઃકરણમાં પડેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા જ્ઞાનનું એક તેજ કિરણ પણ બસ થઈ પડશે. માટે પ્રથમ દેહઆત્માની ભિન્નતાનું ભેદ-વિજ્ઞાન પ્રગટાવી લઈએ. શ્રીમદ્જીએ એ જ કહ્યું : “અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ” જ્ઞાનને પ્રકાશ થશે તે અંધકાર ઊભો નહીં રહી શકે. એકવાર, અંધકાર રડતા-રડતે બ્રહ્મા પાસે ગયે. ચોધાર આંસુએ રડી રહ્યો છે. બ્રહ્માએ પૂછયું : “ભાઈ ! તું કેણ છે? શા માટે રડી રહ્યો છે?” “પ્રભે ! અંધકાર ! મોટી ફરિયાદ !" ફરિયાદ ? તારે વળી શાની ફરિયાદ ?" પ્રભે ! પ્રકાશ મારી પાછળ પડી છે. જ્યાં જાઉં ત્યાં આવે ને મને ટકવા જ દેતો નથી. મેં એનું શું બગાડયું છે ! શા માટે મારી પાછળ પડયો છે ?" એમ ! બોલાવે પ્રકાશને ! એ શું સમજે છે તેના મનમાં ! આ જગતમાં રહેવાને સહને અધિકાર છે !" બોલાવ્યો પ્રકાશને આવ્યા, હસી રહ્યો છે. બ્રહ્મા સામે રજુ થયે છે. પણ તેને કાંઈ ચિંતા નથી. રડવાનું કેઈ કારણ નથી. હાથ જોડી પ્રણામ કરી કહે છે : “પ્ર ! મને યાદ કર્યો ?" “હા ! આવ ! તારે અપરાધ થયો છે. તારે સજા ભોગવવી પડશે !" પ્રભુ ! અપરાધ ? મારે શું અપરાધ ? એ તે કહે !" “તું અંધકારની પાછળ કેમ પડયો છે? એ જ્યાં હોય ત્યાં જઈ તેને ભગાડી મૂકે છે ! ક્યાંય રહેવા જ દેતે નથી ! શું તારો જ અધિકાર છે આ જગતમાં રહેવાને !"