________________ 222 હું આત્મા છું જીનેશ્વર પ્રતિ એવી નિષ્પકંપ શ્રદ્ધા હોય કે ગમે તે થાય, ભૌતિક દૃષ્ટિએ, શારીરિક, માનસિક દૃષ્ટિએ ગમે તેટલું નુકશાન વેઠે છતાં જિનેશ્વર પ્રતિની શ્રદ્ધામાં ફરક ન પડે. અન્ય સ્થાને લેભાય નહીં. દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત દયામય ધર્મ, આ ત્રણ તની યથાર્થ શ્રદ્ધા અંતરમાં રમવા માંડે. પિત દેવ તે તેને જ માને, કે જે સર્વથા વીતરાગ હેય. વીતરાગતાથી જરા પણ ઓછું ન જ કેટીમાં તે ન જ આવે. આવી અનન્ય શ્રદ્ધા ત્યાં સમક્તિ. ભગવાન મહાવીરનાં સમયની વાત, પ્રભુ ચંપાપુરીમાં પધાર્યા છે. સમેસરણ લાગ્યું છે. સંખ્યાબંધ માનવ અને દેવે પ્રભુની દેશના સાંભળવા ઉપસ્થિત થયા છે. દેશના પૂર્ણ થતાં એક સંન્યાસી, અંબડ જેનું નામ, જે પ્રભુને ઉપાસક હતું તે પ્રભુનાં ચરણોમાં હાજર થયે, અને કહ્યું : છે તેની પત્ની સુલસાને ધર્મ–સંદેશ કહેજે !" મસ્તક ઝૂકાવી, અંબડ ચાલ્યું, પણ મનમાં સળવળાટ થવા માંડે ! મહાવીર જેવી મહાન વિભૂતિ, ત્રિલેકીનાથ, દેવ-દાનવનાં પૂજ્ય પ્રભુ, એક નાચીજ નારીને ધર્મ-સંદેશ મોકલે છે ! કેમ? શું હશે ! સંશય પેદા થયે! બંધુઓ ! માનવમન કેટલું અળવિતરૂં છે? વીતરાગ પ્રત્યે પણ શંકા જન્માવે તે સામાન્ય સંતનું તે શું ગજું ? સંતોના સાનિધ્યમાં કઈ ભાવિક ભક્ત વધુ સમય ગાળે તે તમારા સહુનાં મનમાં સંશયે જાગે જ છે ને ! શું હશે ! કેમ આ ભાઈ કે બહેન વધારે જાય છે, સંતે પાસે ! શું હોય ? સંતો પાસે ધર્મદલાલી સિવાય બીજું શું હોય? પણ માનવમન સમજે તે ને ? અબડ રાજગૃહી પહોંચ્યો, પણ મનમાંથી સંશય ખસતો નથી. કેવી છે સલસા ? પરીક્ષા કરૂ! રાજગૃહીનાં સીમા પ્રદેશમાં જઈ બ્રહ્માનું રૂપ લીધું. જનતા તે ઉમટી પડી. સાક્ષાત બ્રહ્માજી પધાર્યા છે. સહ દર્શને