________________ 200 હું આત્મા છું જગતમાં પણ એમ જ બને છે. આપણને ખબર છે કે ખાણમાં સેનું, રૂપું કે હીરા છે. તે તેને મેળવવા માટેને ઉપાય શોધીએ છીએ. ગમે-તેટલું જોખમ ખેડીને પણ મૂલ્યવાન પદાર્થને પામવા કાર્યરત થઈએ છીએ. સમુદ્રના તળિયે પડેલી સમૃદ્ધિને પણ મૃત્યુની પરવાહ કર્યા સિવાય માણસ મેળવવાનો પ્રયાસ કરે છે. અરે ! તમે પેટ્રોલ શેઠું ! કેમ મળ્યું ? શું તેની નદીઓ વહી જાય છે ? ના, કેટલું ઊંડું સારકામ ર્યા પછી એ મળે છે. એકવાર જાણવું જોઈએ કે અમુક વસ્તુ, અમુક સ્થાને છે તે આકાશ-પાતાળ એક કરીને પણ મેળવ્યે જ છૂટકે. વળી એ મેળવવા માટેની યથાર્થ ટેકનિક પણ જાણવી પડે. ધરતીનાં પેટાળમાં પડેલા પદાર્થોને મેળવવા ર૫-૫૦ ફીટ ઊંડે ખાડો ખેદવાથી ન મળે. અરે ! ઊંડાણમાંથી પણ તેને જ મળે છે એને જાણકાર છે. પૂર્ણ જાણકારી પ્રાપ્ત કર્યા સિવાય મૂલ્યવાન પદાર્થ મેળવી શકાતું નથી. શિષ્યને પાંચ પદોનું સમાધાન થયું છે. અને જ્ઞાની ગુરુદેવ મોક્ષમાર્ગનાં યથાર્થ જ્ઞાતા છે. તેઓ પાસેથી એ રાજમાર્ગ મેળવવો છે તેથી શિષ્ય ચિંતનમાં ઉતરે છે. પણ જેમ-જેમ ચિંતનમાં ઊંડે ઉતરતો ગયે તેમ-તેમ ગુંચવણ વધતી ગઈ. આ ગુંચ ગુરુદેવ સિવાય કે ઈઉકેલી શકે તેમ નથી તેથી, મનની મુંઝવણ રજુ કરતાં ગુરુદેવ સમીપે શિષ્ય કહે છે. હવે કદાપિ મોક્ષપદ નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯ર... હે ગુરુદેવ ! આપે મોક્ષપદની સિદ્ધિ કરી અને વિચારતાં મારી શ્રદ્ધામાં પણ બેસે છે. હવે એ મોક્ષને પામવાને કેઈ ઉપાય તે જરૂર હવે જોઈએ. પણ અવિરેાધી ઉપાય હોય એમ મને લાગતું નથી. આવી મહાન સિદ્ધિને પામવાને ઉપાય પણ એ મહાન જ હોય અને તેને કઈ વિરોધ ન કરી શકે. કોઈને તર્ક એ માર્ગને ઉથલાવી ન શકે તે સર્વ સંમત હવે જોઈએ. અહીં શિષ્યના મનમાં આ શંકા શા માટે ઉદ્ભવી છે? અવિધ માર્ગ તેને કેમ દેખાતે નથી? એ બીજી ગાથામાં એ પિતે જ બતાવે છે.