________________ હોય કદાપિ મોક્ષપદ 199 જીવજંતુઓમાં પણ આ જોવા મળે છે. અહીં એક નાને ખેરાકને કણ પડ હોય, દૂર કીડીનું દર હય, કીડી ગંધથી પ્રેરાઈને અહીં સુધી આવે. પહેલાં તે તેનામાં ઈચ્છા પેદા થઈ પછી અહીં આવવા સુધીને પુરુષાર્થ કર્યો. સાકર કે અન્નનાં કણને લઈને એ ચાલતી થઈ. આમ કીડી પિતે સાધક, તેને પુરુષાર્થ તે સાધના, અન્નનો કણ મેળવે તે સાધ્ય અને મેળવી લીધે તે સિદ્ધિ. આ કેણે શીખવ્યું કીડીને? નાના એવા પ્રાણીને કેમ ખબર પડી કે જઈને કણ લઈ લઉં? બંધુઓ ! આ છે જીવની પિતાની શક્તિ. તેનામાં પડેલી આહાર સંજ્ઞા, ભેગવૃત્તિ તેને પ્રેરે છે અને તે કાર્ય કરી લે છે. જીવને આ જ અનાદિને અભ્યાસ છે. આ તે નથી શિખવવું પડતું પણ જીવ નિજસ્વભાવને ભૂલી ગયા છે. પોતે જાગે તે સાધી શકે છે. જે કંઈ સાધવાનું છે તે પોતે પિતામાં જ સાધવાનું છે એ ભાન ભૂલી ગયા છે. વાસ્તવમાં વિચારીએ તે જીવ જ સાધક છે, જીવનાં નિજ સ્વભાવ વડે તે પુરુષાર્થ તે જ સાધના છે. આત્માનાં મેક્ષ સ્વભાવ ને સર્વથા જાગૃત કરે તે જ સાધ્ય છે અને તેની સાકારતા એ જ સિદ્ધિ છે, મેક્ષ છે. પાંચમા પદનાં સમાધાનમાં ગુરુદેવે આ જ બતાવ્યું. છેલ્લે અત્યંત મહત્વપૂર્ણ પદની સિદ્ધિ કરવી છે. અહીં એક પ્રશ્ન વિચારણીય છે, કે મેક્ષ ઉપાય એ જ સર્વથી શ્રેષ્ઠ પદ છે. તે તેને છેવું કેમ રાખ્યું? આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભકતા છે અને મોક્ષ છે. આ પાંચેય પદોની શ્રદ્ધા જેના અંતકરણમાં યથાર્થરૂપે જાગી છે તે જીવ જ આત્મ સાધનાનાં માર્ગે પ્રવૃત્ત થઈ શકે છે. પહેલાં આત્મ-સાધનાને માર્ગ બતાવાય અને જે જીવને આત્માનાં હેવાપણની જ શ્રદ્ધા ન હોય, મેક્ષનાં અસ્તિત્વની શ્રદ્ધા ન હોય તે સાધના કરે શા માટે ? એટલે જ શ્રીમદ્જીએ મુમુક્ષુઓની શ્રદ્ધાને પથ્થરની રેખા સમ દઢ કરી પછી જ મોક્ષને ઉપાય દર્શાવે છે.