________________ આત્યાંતિક વિયેગ 197 શાશ્વત સુખની મેજમાં મસ્ત બની પરમાત્મા સાથે આનંદને માલ્યા કરૂં. બસ આ છે આદિ-અનંત પરમાત્મ તત્ત્વ, ગાથામાં શ્રીમદ્જી પણ એ જ કહે છે. સર્વ બાહ્ય સંગે ને સર્વથા વિયેગ થઈ જતાં શાશ્વત તથા અનંત એવા સિદ્ધપદને પામી શકાય છે. જે સુખને કદી અંત નથી તેવા અંત રહિત સુખની પ્રાપ્તિ પુરુષાર્થ વડે સર્વ જીવને પ્રાપ્ય છે. શિષ્યનાં અંતઃકરણમાં થયેલ મિક્ષ છે કે નહીં ? એ વિષયની જે શંકા હતી તેનું સમાધાન ગુરુદેવે આપ્યું છે કે જ્ઞાતા-દષ્ટ ભાવરૂપ મક્ષ સ્વભાવ પ્રગટ થાય તે જીવ મોક્ષને અવશ્ય પામી શકે છે. શિષ્યને જ્યાં આ સમાધાન થયું કે “મોક્ષ છે ત્યાં તેનું અંતઃકરણ પ્રસન્નતાથી ઝૂમી ઉઠયું અને અંતર ગુંજારવ કરવા માંડયું. પાંચમુ પદ તે સૌથી સોહામણું | મોક્ષની પ્રાપ્તિ પમાય......(૨) પર સંગે સંસારે આથડયો સ્વભાવે સ્વમાં સમાય..મારી..... ઘણું સમાધાન પછી હવે માત્ર એક જ જિજ્ઞાસા શિષ્યનાં અંતઃકરણમાં રહી છે. તેની વિચારશકિત અને ચિંતનશીલતાએ તેને આવી જિજ્ઞાસા માટે પ્રેરિત કર્યો છે. તે જિજ્ઞાસાથી ઉભા થતાં પ્રશ્નો કેવા છે તે અવસરે.........