________________ આત્યાંતિક વિયેગ 195 જીવ સાથેનાં ભિન્ન-ભિન્ન સંબંધોને ચાર રીતે જાણી શકાય. 1, અનાદિ અનંત 2, અનાદિ અંત 3, આદિ અનંત 4, આદિ અંત. જીવ અનાદિ અનંત છે. તેની કયારેય ઉત્પત્તિ થઈ નથી. અને નાશ પણ કદી થશે નહિ. તેથી જીવની આદિ પણ નથી અને અંત પણ નથી. જીવ અને કર્મને સબંધ અનાદિ-અંત છે. આ જીવને સર્વ પ્રથમ કર્મ લાગ્યાને સમય મળતું નથી. ખાણમાં પડેલા સેનાની જેમ અનાદિકાળથી જ જીવ સાથે કર્મ છે. અનાદિ હોવા છતાં, આ સંબંધને અંત છે. જીવ પુરુષાર્થ કરે છે, જેમ માટીમાંથી અલગ થઈ જઈ તેનું શુદ્ધ બની જાય છે, તેમ જીવ પણ શુદ્ધ બની જાય છે. અર્થાત્ કર્મનાં સંબંધને અંત આવી જાય છે. તેથી કર્મને સંબંધ અનાદિ હોવા છતાં અંતવાળે છે. આત્માની મેક્ષ સ્થિતિ આદિ અનંત છે. સંસારનાં પરિભ્રમણમાં જીવ અનાદિકાળથી બંધનમાં હતું. પહેલાં કદી મુક્ત થયે નથી. પણ જ્યારે સર્વ કર્મોને ક્ષય થાય ત્યારે સર્વ પ્રથમ મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. અને તે દશા અનંતકાળ સુધી જીવની સાથે રહે છે. તેને કદી અંત આવતું નથી તેથી મેક્ષદશારૂપ સ્થિતિ જીવને આદિ અનંત છે. આદિ–અંત વાળી સ્થિતિ તે જીવને અનેક પ્રકારે ઘટિત થઈ શકે છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં પ્રત્યેક કર્મ ની અપેક્ષાએ એ કર્મ જ્યારે જીવને લાગ્યું કે તેની આદિ થઈ અને તે આત્માથી અલગ થઈ ગયું ત્યારે અંત થયે. બીજી રીતે અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમ સમ્યક્ત્વ થાય ત્યારે જીવન સમક્તિ દશાની આદિ થઈ અને એ સમકિત ક્ષાયક ન હોય, પણ ઉપશમ કે ક્ષયે પશમ હોય તે થયા પછી ચાલ્યું જાય તે એને અંત થઈ ગયે. આમ કેટલાક ભાવે જીવની સાથે આદિ-અંતવાળા હોય છે. આનંદઘનજી મહારાજ, જેની આદિ છે પણ કદી અંત થવાને નથી એવા અનંત-શાશ્વત પરમાત્મ ભાવને પ્રાપ્ત કરવાની વાત કરે છે. જે પરમાત્મ તત્વ અંતરમાં જ પડયું છે તેને પ્રગટ કરવાનું છે. તેને રીઝવવાનું