________________ 196 હું આત્મા છું છે. અર્થાત તે પિતાના આત્મદેવને જ રીઝવવાનો છે. મંદિરમાં જઈ પ્રભુની પ્રતિમાની સન્મુખ પૈસા-ચેખા કે ફળ-ફૂલ ધરવાથી, નહીં આત્મદેવ રીઝે કે નહીં એ પ્રતિમાને દેવરીઝે. પણ અંતરઆત્માને રીઝવવા માટે તેનામાં તન્મય થવું પડશે. સર્વ બાહ્ય સગોથી પર થઈ માત્ર તન-મનમાં આત્મદેવને નીરખ પડશે. કબીરની દાંપત્ય ભક્તિ એમ જ પ્રભુને રીઝવે છે. કબીરે પ્રભુની વિરહ વ્યથાને અનુભવ કર્યો છે. અને પ્રભુને પ્રિયતમ માનીને તેમને રીઝવવાને પ્રયાસ પણ કર્યો છે. જ્યારે કબીર આત્માનુભૂતિમાં ઉંડા ઉતરી જાય છે ત્યારે પિતામાં જ પ્રભુનાં અસ્તિત્વને આભાસ તેમને મળે છે પણ એ પ્રભુ પ્રગટ થતું નથી ત્યારે તેને કેમ પામવે એની દુવિધામાં પડે છે તેઓ કહે છે. પ્રિતમ પતિયાં લિખું, જે કહું હેત વિદેસ તમેં, મનમેં, નૈનમેં, તાકે કે સંદેશ....? મારો પ્રિયતમ જે પરદેશ હોત તે પત્ર લખી તેમનાં સમાચાર મેળવત, તેમને બેલાવત, પણ જે મારા તનમાં, મનમાં નયનેમાં સમાપેલે છે. તેને ક્યાં સંદેશ મોકલું? તેમને શું સંદેશ મોકલું? અર્થાત કબીર કહે છે મારે પરમાત્મા પ્રભુ, સચ્ચિદાનંદઘન બ્રહ્મ મારા ઘટમાં જ વિરાજે છે. તેને શોધવા ક્યાંય દૂર જવું પડે તેમ નથી. એકવાર જે એ રીઝી ગયે તે પછી એ કદી મારાથી દૂર કયાંય નહીં જઈ શકે! દામ્પત્ય ભાવનું પ્રતીક બાંધીને વળી કબીર કહે છે. મારા નયનેની એરડીમાં આંખની કીકી રૂપ પલંગ પર પિયુને બેસાડી, પલકેનાં પર્દાને નાખી દઈ પિયુને રીઝાવી લઉં ... નયનનકી કરી કે ઠારી, પુતરી પલંગ બિછાય; પલકનકી ચિક ડારિકે, પિયુ કી લેઉ રિઝાય...! બાહ્ય દષ્ટિ બંધ કરી, આંતરચક્ષુને ખેલી આત્મભાવમાં લીન થઈ જવાય તે પરમાત્મા પ્રિયતમ પ્રગટ થયા વિના રહે નહીં. પછી સદા