________________ 194 હું આત્મા છું થો જ રહ્યો. કયારેક કર્મો વધારે તે કયારેક ઓછા પણ અનંતના આંકને તેણે તે નહીં. તેથી ફરી-ફરીને આ સંયોગ-વિયોગમાં જ જીવો અટવાતે રહ્યો. અહીં જ્ઞાની ગુરુ ફરમાવે છે કે આવા ક્ષણિક વિગથી જવા ઠેકાણે આવે નહીં, પણ આત્યંતિક વિયેગ અર્થાત્ એકવાર વિગ થયા પછી ફરી કદી સંગ ન થાય એ પ્રબળ પુરુષાર્થ જીવ કરી લે, કર્મનાં સર્વ સંગોને જ ત્યાગ કરી દે તે પછી ફરી ને દેહ ધારણ કરવાને નહી રહે. દેહ ન મળતાં તેને કારણે પ્રાપ્ત થતાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ આદિને સંયોગ પણ નહીં થાય. આત્મા સવ થા શુદ્ધ, નિજ સ્વરૂપને પામી જશે. અને તેનું જ નામ સિદ્ધપદ, મોક્ષપદ, શાશ્વત સ્વરૂપ. જ્યાં અનંત-અનત કાળ સુધી જીવને નિજ સ્વભાનાં સુખને જ ભેગે છે. આ ગ.થામાં સિદ્ધપદને શાશ્વત કહ્યું તેનું કારણ એ છે કે જૈન પરંપરા સિદ્ધિને અનંત માને છે. એક વાર એક જીવ મુક્ત થઈ ગયે પછી ફરી એને જન્મ-ધારણ કરવાનું નથી. આ સાષ્ટમાં માનવ અવતાર કે અન્ય કેઈ અવતાર લઈને આવવાનું નથી. જો એમ થતું હોય તે મોક્ષને કઈ અર્થ જ નથી. ફરી-ફરીને જન્મ લેવા ન પડે માટે તે મુકિતને પુરુષાર્થ છે. અને જે મુક્ત થયા પછી પણ જન્મ લેવાનાં બાકી જ રહે તે, સર્યું એ મુક્તિથી ! અહીં તે જે જીવ સિદ્ધ થાય, મેક્ષ પામે તે અનંતકાળ માટે જ. સદા-સર્વદા એ જ શાશ્વત સ્થિતિમાં રહેવા માટે જ. સર્વ સંગ-વિયેગથી પર થઈને માત્ર એક જ, અટલ, નિશ્ચલ, શાશ્વત સ્થિતિ એ જ એક્ષ. તેથી જ મહાયોગી આનંદઘનજી મહારાજે આત્મમસ્તિમાં ગાયું છેરીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત...ગષભ. આદિ અનંત જેની સ્થિતિ છે, એવા પરમાત્મપદને પામી જવું. એ જ છે સાહિબને રીઝવવાપણું. આ આદિ-અનંતને સમજીએ.