________________ 192 હું આત્મા છું વધુને વધુ આવરિત કરતે રહ્યો છે. પણ જો એ એકવાર કૃષ્ણ પક્ષી મટી શુકલ-પક્ષી બની જાય તે તેને ઉદય થ નિશ્ચિત જ છે. આ શબ્દ પ્રયોગ સમજવા જેવું છે. કૃષ્ણપક્ષી તેને કહેવાય ? જે પક્ષમાં દિવસે-દિવસે અધંકાર વધતો જાય. પૂનમ જાય અને કૃષ્ણ પક્ષ શરૂ થાય. વદ એકમને ચંદ્ર જોઈએ તે પૂનમના ચંદ્ર કરતાં બહુ ફરક ન દેખાય. પણ સૂક્ષ્મતાથી જોતાં તેની તેજસ્વિતા ઓછી થઈ ગઈ હોય. પૂનમના ચંદ્ર કરતાં ધૂળ થઈ ગયો હોય. વળી એને ઉદય પણ મેડે થાય. દિન-પ્રતિદિન જેમ-જેમ દિવસો વિતતા જાય તેમ તેમ ચંદ્ર વધુને વધુ ફિક્કો પડતે જાય, અંધકાર વધતું જાય. અમાસ આવે ત્યાં પૂર્ણ અંધકાર થઈ જાય. શુકલપક્ષમાં બીજનો ચંદ્ર એક પાતળી દેરી જે હોય, તે પ્રકાશ પણ ન આપે. પરંતુ તેને વિકાસ થતું જાય તેમ-તેમ પ્રકાશ વધતે જાય. સુદ આઠમ-ઇસમને ચંદ્ર પણ પ્રકાશ આપે. ચંદ્રનું તેજ વધતું જાય અને પૂર્ણિમાની રાત્રે સોળે કળાએ ખીલેલે ચંદ્ર પૂર્ણ પ્રકાશિત હોય. સારી આખેવાળ માણસ એ પ્રકાશમાં વાંચી શકે, કાર્ય કરી શકે. આમ કૃષ્ણપક્ષી જીવ, જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મામાં મિથ્યાત્વને અંધકાર વધતો જાય. અરે ! ક્યારેક વધ-ઘટ થાય પણ પ્રકાશમાં તે ન જ આવી શકે. દર્શન મેહનીય કર્મ પાતળું પડે. થડે અંધકાર છેરાય, અને બીજના ચંદ્ર જેવી, શુકલપક્ષી દશાને પ્રારંભ કરે પછી જ આત્મવિકાસના માર્ગમાં વધુ ઉજજવળ બનતું જાય. પરંતુ પહેલાં તે જીવને કૃષ્ણપક્ષીમાંથી શુકલપક્ષી થવામાં જ સમય લાગે. જેમકે આજે વદ એકમ હોય અને આપણે ઈચ્છીએ કે કાલે પૂર્ણિ માને ચંદ્ર ઉગે તે ન જ થઈ શકે ! કઈ શકિત પણ આમાં ફેરફાર ન કરી શકે ! આજે વદ એકમ છે તે પૂર્ણિમાનાં ચંદ્રને જેવા તમારે એક મહિના સુધી રાહ જોવી જ પડશે. ગમે તેવી ઉથલ-પાથલ કરી નાખે. આજનું વિજ્ઞાન ગમે તેટલું એડવાન્સ હેવા પછી પણ, અને ચંદ્ર પર જઈ આવ્યાને દા કરતું હોય તે પણ એ ચાહે ત્યારે પૂર્ણિમાનાં