________________ હોય કદાપિ મોક્ષપદ વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના, આરાધ્યની પ્રાપ્તિ માટે જ છે. જીવ આરાધક છે, જ્ઞાનાદિ રત્નત્રય આરાધના છે અને પરમાત્મપદની પ્રાપ્તિ તે આરાધ્ય છે. બીજા શબ્દોમાં સાધક, સાધના અને સાધ્ય. માત્ર આત્મિક દ્રષ્ટિથી જ નહીં પણ વ્યાવહારિક જગતમાં પણ આ ત્રણેયનું હોવું જરૂરી છે. માનવનું બૌદ્ધિક સ્તર જેટલું વિકસિત હશે એટલી ઈચ્છાઓ તેને થશે. કંઈક મેળવવું છે, કંઈક પામવું છે. એ છે સાધ્ય. એ મેળવવા માટે થઈ રહેલ પ્રયત્ન તે છે સાધના અને પ્રયત્ન કરનાર પ્રાણી છે સાધક. માનવને અનેક પ્રકારની ઇચ્છાઓ થયા જ કરે છે. એ બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય કે નહીં. સંગ હેય, શક્તિ હોય, પ્રારબ્ધ હેય, પુરુષાર્થ હોય, તે જ પૂર્ણ થાય અન્યથા ન પણ થાય. પરંતુ માનવ તેમજ અન્ય પ્રાણુઓને, સહુને ઈચ્છા તે થયા જ કરે છે. વળી એ ઈચ્છાઓ પણ જે કંઈ મળવાની શક્યતા છે તેના માટે જ થશે. જે વસ્તુનું અસ્તિત્વ નથી. મળી શકે તેમ જ નથી તેવી ઈચ્છા કદી કઈ જીવને થતી નથી. વળી આ ઈચ્છાઓ સારી પણ હોય, ખરાબ પણ હય, ઈચ્છાની પૂર્તિનાં પ્રયત્ન પાપકારી સિંઘ પ્રવૃત્તિરૂપ પણ . હેય અને નિરવઘ પ્રવૃત્તિરૂપ પણ હોય. જે હોય તે. અહીં સમજવું છે એ જ કે વ્યાવહારિક જગતની પ્રાપ્તિઓમાં પણ સાધક, સાધના અને સાથે આ ત્રણ યથાર્થ હવા પછી જ સિદ્ધિ મળી શકે છે.