________________ 188 હું આત્મા છું સ્વભાવમાં જવું છે તે, કાં ચૂલા પરથી ઉતારી લે અને કાં ચૂલામાંથી અગ્નિને બુઝાવી દે. પછી કશું જ નહીં કરવું પડે! ગમે તેટલી ડીગ્રી ગરમ થયેલું પાળ્યું હશે. પણ એક વખત અગ્નિને સંગ છૂટી ગયે તે એ સ્વયં શીતળ થવા માંડશે. ભલે સમય લાગે પણ પાણીને પિતાનાં મૂળ સ્વભાવમાં આવે જ છૂટકે છે. બધુઓ! આત્માના જ્ઞાતા-દષ્ટાભાવ રૂપ મોક્ષ સ્વરૂપ, રાગ-દ્વેષનાં ચૂલે ચડી વિકૃત થઈ ગયું છે. ઉકળી રહ્યું છે. એકવાર માત્ર એટલું કરે કે રાગ પણ નહીં કરું અને દ્વેષ પણ નહીં કરું. ઈન્દ્રિયે છે ત્યાં સુધી વિષયે તે ગ્રહણ થશે. પણ હું તે માત્ર સાક્ષી જ રહીશ. પછી જુઓ જીવને નિજ સ્વભાવ પ્રગટ થાય છે કે નહીં? જેમ પાણી નીચેથી અગ્નિને હઠાવ્યા પછી ચાર-છ કલાક તેને શીતળ થતાં લાગશે. તેમ જ્ઞાતા -દ્રષ્ટા ભાવને કેળવવાની શરૂઆત કરીશું પછી તરત જ મોક્ષ થઈ જશે એમ નહીં થાય, સમય લાગશે. પણ એક વાર રાગાદિની મંદતા આવી અર્થાત્ સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરી લીધી પછી અદ્ધ પુદ્ગલ પરાવર્તનથી - વધુ સમય નહીં લાગે. તેને મોક્ષ નિશ્ચિત જ છે. આમ શિષ્યની શંકા હતી કે શુભા-શુભ કર્મો કરવા, તેને ભોગવવા, ફરી કરવા આ ચક ચાલુ જ છે તેથી જીવને મેક્ષ સંભવી શકે નહીં. તેના ઉત્તરમાં જ શ્રી ગુરુએ ફરમાવ્યું કે શુભા-શુભ ભાવથી નિવૃત્ત થઈમેક્ષ સ્વભાવ પ્રગટ કરનાર જીવ મેક્ષને પામી શકે છે. શુભાશુભ ભાવ એ જીવને સ્વભાવ નથી પણ મેક્ષ સ્વભાવ એ જ જીવનું સ્વરૂપ છે. આ વિષયમાં વધુ એક વાર વિચારણા કરી ગુરુદેવ સમજાવે છે તે અવસરે–