________________ 186 હું આત્મા છું જેટલે સમય ચાલ્યા જાય. પણ કમે-કમે કર્મોથી છૂટતે જાય છે, બંધન મુક્ત થતો જાય છે ને અંતે મેક્ષને પામે છે. આમ શુભાશુભ ભાવની નિવૃત્તિ થતાં જીવને મેક્ષ પ્રાપ્ત છે તેમ ગુરુદેવ ફરમાવે છે. હે શિષ્ય, તું એ સમજ કે પ્રવૃત્તિ સફળ છે તેમ નિવૃત્તિ પણ સફળ છે. શિષ્ય પૂછયું હતું કે અનંતકાળથી કર્મ-સહિત જીવ રખડ્યા કરે છે, હજુ એવો ને એ જ છે, જીવમાંથી દેષ ગયે નથી. તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે. વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મેક્ષ સ્વભાવ 90.... અનંતકાળ આમ જ વ્યતિત થઈ ગયે તેનું કારણ એ છે કે જીવ શુભાશુભ ભાવમાં જ રહ્યો છે. તેને દૂર કરવા પ્રયાસ જ કર્યો નથી. સર્વ સામાન્ય જીવે સારા-માઠાં ભાવમાં જ રહેતાં હોય, તે ભાવથી નિવૃત્ત થવા જેવું છે તેની તેઓને ખબર જ નથી. માણસ નિવૃત્તિ એટલે બેકારી સમજે છે. જેમાં કંઈ કરવાનું નહીં. હાથ જેડીને બેસી રહેવાનું, આળસુ થઈ પડ્યું રહેવાનું એ નિવૃત્તિ. પ્રવૃત્તિ કરે તો તેનું કાંઈક પરિણામ હેય! નિવૃત્તિનું શું ફળ? કાંઈ જ નહીં ! પણ નિવૃત્તિ એ શું છે? જીવ એક કાર્યમાં રોકાયેલ હતો તેમાંથી હટી જઈ તે કાર્યને છોડી દેવું એટલે તેનાથી નિવૃત્તિ થઈ જાય. તે નિવૃત્ત થાય તે જ બીજી જગ્યાએ પ્રવૃત્ત થઈ શકે. નિવૃત્તિનાં સમયને સદુપયોગ થઈ શકે. બસ, આત્માનાં ભાવમાં પણ આમ જ છે. શુભ અને અશુભ બંને વિકારી ભાવે છે, અશુદ્ધ ભાવે છે. તેને ત્યાગ કરવાનું છે, બનેને છેદી નાખવાના છે, તેનાથી નિવૃત્ત થવાનું છે, પરિણામે આત્મા નિજ-સ્વભાવમાં સ્થિત થાય અને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. વળી જવના સ્વભાવમાં સંસાર નથી. સંસાર તે વિભાવ પરિણતિએ પરિણત થયે એટલે ઉત્પન્ન થયે છે. પણ જીવ સંસારભાવથી ખસવા માંડે તે પિતાનાં મૂળ સ્વરૂપના રૂપ મક્ષ સ્વભાવ દબાયેલું છે તે જાગૃત થઈ જાય.