________________ આત્મ-ચિંતન “હું...આત્મા છું” હુ.. આત્મા છું” સહજ” એ મારું સ્વરૂપ હું.... સહજ સ્વભાવી છું.... કૃત્રિમ નથી. હું ચૈતન્ય... હું... આમા સ્વયંભૂ છું. આત્માને કેઈ પિદા કરી શકે નહીં... કઈ રચી શકે નહીં.... કેઈ બનાવી શકે નહીં... હું સ્વતઃ સહજ સ્વભાવી દ્રવ્ય છું સહજતા. એ મારો સ્વભાવ હું. આત્મા છું. માટે જ આત્મા છું... તેનું કઈ કારણ નથી. તેની કઈ રચના નથી... સહજ રૂપે હું આત્મા... ચૈતન્ય... એ મારે સહજ ગુણ જ્ઞાયકતા એ મારે સહજ સ્વભાવ... મારામાં. કેઈએ ચૈતન્યને આરેપ કર્યો નથી... જ્ઞાયકતાને કેઈએ આરોપ કર્યો નથી. મારૂં ચૈતન્ય. સહજ છે.... મારી જ્ઞાયતા... સહજ છે. હું આત્મા દ્રવ્ય રૂપે સહજ જ્ઞાનાદિ ગુણે રૂપે સહજ અને તેથી સર્વ પદાર્થો રૂપે સહજ. આ આત્માનું સ્વાભાવિક પરિણમન... સહજ રૂપ થાય છે. વૈભાવિક પરિણમનમાં... કર્મના ઉદયની અપેક્ષા છે. રાગ-દ્વેષના ભાવની અપેક્ષા છે. પણ આત્મા જ્ઞાનાદિ રૂપે, ચૈતન્યરૂપે પરિણમે છે, તેમાં કોઈની અપેક્ષા નથી. સર્વ અપેક્ષાઓથી રહિત પિતે. પિતામાં સહજભાવે પરિણમે છે. મારામાં જ્ઞાનગુણનું પરિણમન... સહજ છે... જ્ઞાન થવા માટે બહારના કેઈપણ પદાર્થની આવશ્યક્તા નથી. કેઈના આલંબનની જરૂર નથી... | દર્શનગુણને પરિણમાવવા માટે મારી શ્રદ્ધા... મારા આત્મભાવમાં રહે તે જ આવશ્યક છે...