________________ ઉપજે મોક્ષ સ્વભાવ 185 દેખાતો. ગતિનાં પરિભ્રમણને અંત આવે તે મુક્તિ થાય. માટે મેક્ષ હોય તેવું લાગતું નથી. ગુરુદેવ સમાધાન ફરમાવે છે– જેમ શુભાશુભ કર્મપદ જાણ્યાં સફળ પ્રમાણુ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ...૮૯.. વત્સ! તારા ધ્યાનમાં આ સિદ્ધાંત તે આવ્યો જ છે કે શુભભાવનું શુભ ફળ અને અશુભ ભાવનું અશુભ ફળ જીવ પાસે જ છે. શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલ જીવને પુરુષાર્થ નિષ્ફળ નથી જતે પ્રમાણ સહિત આ સિદ્ધાંત સાબિત થયું છે. હવે આ સિદ્ધાંતને જ વધુ સ્પષ્ટપણે વિચારીએ. - શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલે આત્મા સુ-ગતિ અને દુર્ગતિ રૂપ, સુખ તથા દુઃખરૂપ, ફળને પામે છે. તેમ જ્યારે જીવ શુભ અને અશુભ બને ભાવથી નિવૃત્ત થઈ જાય. ત્યારે તેનામાં પિતાની સ્વ-પરિણતિરૂપ સહજ એ શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. જે શુદ્ધ ભાવ શુભાશુભ ભાવે બાંધેલા કમેન દવંસ કરવામાં સક્ષમ છે. આ શુદ્ધ ભાવ શુભાશુભરૂપ અશુદ્ધ ભાવને વિરોધી છે. તે વિભાવની નિવૃત્તિરૂપ છે. અને સ્વભાવની પ્રવૃત્તિ રૂપ છે. બંધુઓ! બહુ જ વિચારણીય છે આ વિષય. શુદ્ધ ભાવ એ આત્માને ભાવ છે. તે વિભાવની નિવૃત્તિરૂપ છે તે સ્વભાવની પ્રવૃત્તિરૂપ છે. શુદ્ધ ભાવની પ્રવૃત્તિ જ આત્માનું સ્વાભાવિક કતૃત્વ છે. જેમ-જેમ જીવની શુદ્ધ સ્વાભાવિક દશા, વધતી જાય છે તેમતેમ વિભાવનું જોર મંદ થતું જાય છે. આત્મા કર્મોથી મૂકાવા માંડે છે. જેટલા અંશે કર્મોનું મૂકાવું થાય છે એટલે અંશે જીવને મોક્ષ થાય છે. કેઈપણ જીવને મેક્ષ માત્ર એક સમયમાં, સીધે જ નથી થઈ જતે. હા, ઉપચારથી એમ કહી શકાય કે જીવને બંધનમાંથી છૂટતા માત્ર એક સમય જ લાગે છે. પણ યથાર્થતા એમ છે કે અનાદિનાં મિથ્યાત્વી જીવને જે સમયે સમ્યગદર્શન થયું એ જ સમયે એને મોક્ષ થઈ જાય એવું બનતું નથી. જીવ કમે-કમે જ આગળ વધે છે. પછી ભલે કઈ હળુકમ જીવ શીવ્ર વિકાસ કરે અને કેઈ જીવને અર્ધ પુદ્ગલ પરાવર્તન