________________ ઉપજે મેલ સ્વભાવ 183 શકતા નથી. જેની ચેતના જેટલી વધુ જાગૃત એટલા વિભાવ પરિણામે પણ ઉત્કૃષ્ટભાવે પરિણમી શકે છે. કષાયે તીવ્રતમની કેટીએ પહોંચી શકે છે. જેના કષાયે જેટલા વધુ તીવ્ર તેટલા કર્મબંધન પણ વધુ. જ્યાં નિકાચિત કર્મો બંધાય છે ત્યાં ઉગ્ર કષાયોને રસ રેડાય તે જ બંધાય. જીવ જેમ જેમ વિકસિત થતું ગયે, તેની ચેતના વધુને વધુ જાગૃત થતી ગઈ, તેમતેમ વિભાવ પરિણામે - રાગાદિ પણ તીવ્ર થતાં ગયાં, પરિણામે વિકસિત ચેતનાનાં આશ્રયે, વધુ કર્મનિર્જરા કરી મુક્તિ તરફ આગેકૂચ કરવાની હતી તેનાં બદલે વધુ ગાઢા કર્મો બાંધી દુર્ગતિને નેતરી લીધી. અલ્પતમ વિકાસવાળ જીવ કર્મબંધન કરે છે તે કાચા-સૂતરનાં બંધન જે હેય, કે જરા પ્રયાસથી તૂટી જાય પણ પંચેન્દ્રિયપણું સુધી પહોંચેલે જીવ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને જાગૃત ચેતનાનાં કારણે કાથીનાં દેરડાથી બંધાય, કે પછી છૂટે મુશ્કેલ ! બંધુઓ ! દેરડાને વિચાર કરો! નાળિયેરનાં સૂકા છેતરા, જેને એક-એક તાંતણે અલગ કરી નાખવામાં, પીંજી નાખવામાં આવે અને પછી તેને વળ દઈ એક-બીજા સાથે JOIN કરી લાંબુ મજબૂત દેરડું બનાવવામાં આવે ત્યારે એ એવું શક્તિશાળી બની જાય કે ગમે તેવી વસ્તુને બાંધી શકે. ચાલીશ હાથ ઊંડા કૂવામાંથી પાછું ખેંચી શકે પણ તેના તાંતણા જુદા થઈ જાય તે તે નિર્માલ્ય! અંતરમાં પડેલા કક્ષાનાં ભાવને વિખેરી નાખીએ, એક-એક પરમાણુને છૂટો કરી નાખીએ તો તે આત્મા પર પિતાનું જેર જમાવી શકે નહીં. બંધુઓ! આ કરી શકવાનું સામર્થ્ય પણ જીવમાં જ છે. જેમ પંચે. ન્દ્રિય જીવ કર્મ બાંધવામાં શ્રેરે તેમ, તે કર્મોનાં ભૂકા કરવામાં પણ શ! કર્મ બાંધવાના સમયે જેમ આત્માનું અનંત વીર્ય સ્કૂરાયમાન થાય અને બંધ કર્મો બાંધે છે. તેમ માનવનાં શરીરમાં રહેલ વિકસિત ચેતનાનું અનંત વીર્ય સ્વભાવનાં પુરુષાર્થમાં ફૂરાયમાન થાય તે તે સર્વ કર્મોને ક્ષય કરી નાખે છે. રાગ-દ્વેષને સંપૂર્ણ નાશ કરવા માટે થતી વીર્ય સ્કૂરણ માત્ર એક માનવ જ કરી શકે. દેવેમાં એ ક્ષમતા નથી. | પ્રવૃત્તિ માગે ઝૂરાયમાન વીર્ય સાતમી નરકની તૈયારી કરી લે છે. તે નિવૃત્તિ માગે જાગતે વર્ષોલ્લાસ મેક્ષની મંઝીલે પહોંચાડી દે છે.