________________ ઉપજે મોક્ષ સ્વભાવ...! વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદશની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના અનંતકાળનાં બંધનને છેદી નાખે છે, જીવ સર્વ પ્રથમ ક્યારે બંધાયે, તે જાણતા ન હોવા છતાં, બંધનને તેડવામાં એ સમર્થ છે. . અનંતકાળથી નિગેહમાં પડેલે જીવ, કશાયે પુરુષાર્થ વિના, માત્ર અકામ નિજારાનાં બળે આગળ વધે છે. એ સ્થાનમાંથી બહાર આવવાનું સામર્થ્ય જીવમાં પડયું છે. વળી નિગદનાં જીવની ચેતના અતિ અલ્પ માત્રામાં વિકસિત હોય છે. જેનાં કારણે ચિકણાં કર્મો બાંધવાને ત્યાં અવકાશ નથી. તેથી જ સત્તાગત કર્મોને ભોગવતે–ભોગવતે એ ઉપર ચડે છે. ત્યાં તેણે સહેલાં છેદન-ભેદનનાં દુઃખે કેણે, ક્યારે આપ્યા, તેની તેને ભાન નથી. તેથી જ તે જીવોમાં ઉગ્ર રાગ-દ્વેષ સંભવતા નથી, અને ઉગ્રભાવે કર્મ બંધાતા નથી. નિગેદનાં જેમાં પણ ચારેય કષાયે તથા ચારેય સંજ્ઞાઓ છે પણ એ વિભાવ, ઉગ્રરૂપે પરિણમવાનું સામર્થ્ય ત્યાં ધરાવતા નથી. એટલું જ નહીં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય કે ચૌરેન્દ્રિય જીને કઈ સામે ઉગ્ર થવું હોય તે કેમ થાય? આપણે વાત-વાતમાં ઉગ્રતા ધારણ કરી લઈએ છીએ, પણ એ છેને કેઈ સતાવે, મારી નાખે તે પણ તેઓ કશું કરી શક્તા નથી. અરે! માનવ થયા પછી પણ કેઈની સત્તા નીચે દબાયેલો માણસ પણ તેનાં ઉપરી અધિકારીનાં વાક્પ્રહારે મુંગા મેઢે સહન કરી લે છે. કષાની ઉત્તેજના થવા દઈ શકતું નથી. તે એકેન્દ્રિય-નિગદમાં પડેલા જીવની ચેતના સુષુપ્ત છે, જ્ઞાનને અલ્પ અંશ જ જાગૃત છે. તેથી તેનાં વિભાવ પરિણામે તીવ્રભાવે પરિણમી