________________ 180 હું આત્મા છું નથી થયું તે હવે કેમ થાય? અનંતકાળનાં ભ્રમણમાં આત્મા અને કર્મની જે સ્થિતિ હતી તે આજે પણ છે. જેવા કર્મો કરે તેવા એ ભગવ્યા કરે છે. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય...૮૮ શુભ કામ કરે તે તેનું ફળ ભેગવવા દેવ-મનુષ્ય ગતિમાં જીવ જાય છે. ત્યાં પુણ્યનાં સુ-ફળ ભેગવે છે, ભૌતિક સુખને માણે છે. અશુભ કર્મો કરે તે તેનું ફળ નરક-તિર્યંચ ગતિમાં જઈ ભગવે છે. પાપનાં કુફળરૂપ દુઃખ ભોગવે છે. આમ ગતિઓનું આવાગમન ચાલુ જ છે, કયાંય કર્મરહિત થયે હેય એવું દેખાતું નથી. અહીં શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય” એમ કહી શિષ્ય મહાન ભ્રમને તેડ્યો છે. પિતાની સત્ય સમજણને રજુ કરી છે. સમાજમાં બહુ મેટી ભ્રામક માન્યતા ચાલે છે કે - પુન્ય કરવાથી મેક્ષ મળે છે. જેમ પુન્ય કરવાથી સંસારસુખનાં સાધને મળી રહે તેમ મેક્ષ પણ કઈ શ્રેષ્ઠ સ્થાન છે. દેવકથી પણ ઉંચુ સ્થાન છે તેથી ઘણું પુન્ય કરનારે મેક્ષમાં જાય છે અને ત્યાંનાં સુખો ભેગવે છે. વળી આ માન્યતાનાં અનુસંધાનમાં એક બીજે ભ્રમ પણ સેવાઈ રહ્યો છે તે એ કે પુન્યકરણ, તે જ ધર્મ છે તેનાથી જુદો બીજે કઈ ધર્મ નથી. દાન વગેરે કરીને માણસે સંતોષ માનતા હોય છે કે આપણે ધર્મ કરી લીધે. આવા ધર્મથી મેક્ષ માને છે. આ બંને માન્યતાઓ એ નર્યું અજ્ઞાન છે. પ્રથમ વાત તે એ કે પુન્ય એ ધર્મ નથી. પુન્ય એ આશ્રવ છે. આશ્રવ છે ત્યાં કર્મબંધ છે. કર્મ હોય ત્યાં સુધી મેક્ષ નથી કે કર્મના ફળ સ્વરૂપ પણ મોક્ષ નથી. માટે. પુન્ય એ ધર્મ નથી. આશ્રવ અધર્મ છે. સંવર ધર્મ છે. માટે મેક્ષ સંવરથી થાય પણ આશ્રવથી નહીં. જેનાથી શુભ કર્મો બંધાય તે પુન્ય-આશ્રવ અને જેનાથી આત્મા પર રહેલાં કર્મોની નિર્જરા થાય તે ધર્મ. મક્ષ ધર્મથી થાય.