________________ કર્મ સ્વભાવે પરિણમે....! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. એક્ષ-માર્ગની આરાધના સભ્યદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માથી આત્માને પામવા માટે છે. આજ સુધી જે કંઈ પામવાને પ્રયાસ કર્યો તે ઇન્દ્રિયેથી, મનથી, બુદ્ધિથી, પણ આત્માથી નથી કર્યો અનુભવી મહાપુરુષોએ સ્વયંથી સ્વયને નીરખવા માટે જ આરાધના બતાવી છે. એના માટે બાહ્ય-ચક્ષુ બંધ કરવા પડશે અને આંતર-ચક્ષુ ખેલવા પડશે. જિજ્ઞાસુ શિષ્ય ઈન્દ્રિય, મન અને બુદ્ધિનાં આશ્રયે મેળવેલ જાણકારી નાં કારણે અતીન્દ્રિય આત્મા વિષયક તમાં શક્તિ થયો છે. આત્માને કમને કર્તા સ્વીકાર્યા પછી, આત્મા કર્મ ફળને ભક્તા હેઈ શકે તે વિષે એને સદેહ છે. ગુરુદેવ એ સંશયને છેદી રહ્યાં છે. જીની વિચિત્રતાઓનું દર્શન કરાવી, એ જ જીવને કર્મનું ભેગવવાપણું છે એ સિદ્ધ કર્યું. ઈશ્વર કર્મને કર્તા નથી તે તે જીવને કર્મ ફળ દેવામાં પણ સમર્થ નથી. અને જીવનાં કર્મોને ન્યાય કરવા માંડે, તે ઈશ્વરનું ઈશ્વરત્વ રહેતું નથી. એમ શિષ્ય પણ માને છે. છતાં હજુ મનમાં એમ છે કે ઈશ્વર ફળ ન આપતે હોય તે જગતને કેઈ નિયમ જ ન રહે. તેથી જીવ શુભા-શુભ કર્મ ફળને ભોગવે પણ નહીં. શ્રી ગુરુદેવ આ શંકાનું સમાધાન આપે છે. ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર ર્મ સ્વભાવે પરિણામે, થાય ભોગથી દૂર...૮૫. હે શિષ્ય ! તું પોતે જ સમજે છે કે ઈશ્વર ફળ દેવા સમર્થ નથી.