________________ 164 હું આત્મા છું છીએ તે બધાં જ દારિક શરીર. જે શરીર સડન-પડનનાં સ્વભાવવાળું છે. વળી જે ઉદાર એટલે કે મુખ્ય શરીર છે તેને ઔદારિક કહેવાય છે. આ શરીર ને બનાવવામાં તથા ટકાવી રાખવામાં જે પુદ્ગલ સ્ક ઉપગમાં આવે તેને ઔદારિક વર્ગ કહે છે આ શરીર જ્યારે બન્યું ત્યારે જીવે દારિક સ્કને ગ્રહણ કરી બનાવ્યું. માના ગર્ભમાં રહેલું બાળક માના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. એ મળતું પિષણ ઔદારિક વર્ગનાં પુગલે હોય છે. જમ્યા પછી આહાર–પાણી રૂપ જે કંઈ પદાર્થો લેવાય છે તે પણ ઔદરિક પુદ્ગલે જ અને રેમ વડે જે આહાર થાય છે અર્થાત્ પગલે ખેંચાય છે તે પણ દારિક પુદ્ગલે જ. દેખાતું આખું યે જડ-જગત ઔદારિક વર્ગના પરમાણુઓથી જ બનેલું છે. એ સિવાયનાં બીજા પુદ્ગલે આ જગતમાં આપણે નજરે જોઈ શકતાં નથી. 6, વૈકિય વર્ગ -દેવ અને નારકીનાં શરીર વૈક્રિય પુદ્ગલેનાં બનેલાં છે. જે પુદગલે લેહી, માંસ, મજજા આદિ સપ્ત ધાતુ રૂપમાં પરિણમી ન શકે. માત્ર પુદ્ગલે જ હોય. દેવ–નારકનાં શરીરમાં લેહી–માંસ આદિ ન હેય. દેવનું શરીર શુભ વૈકિય પુદ્ગલથી નિર્મિત હોય અને નારકનું શરીર અશુભ વૈકિય પુગેલેથી. - કોઇ માનવ પણ આ લબ્ધિને સાધના દ્વારા મેળવી શકે છે. તે તે માનવ અનેક જાતનાં નાના-મોટા રૂપો બનાવી શકે છે. એ રૂપ બનાવવામાં ઉપયોગી થતાં પગલે વૈકિય પુદ્ગલે હોય. દેવે પણ આ પૃથ્વી પર આવે ત્યારે અન્ય રૂપ ધારણ કરે છે તે પણ વૈક્રિય પુદ્ગલ દ્વારા જ રચે છે. વાયુ ને પણ વૈકિય શરીર હેય. તે પણ નાનાં-મોટાં રૂપ ધારણ કરે છે. આમ વિવિધ શરીર રચનામાં ઉપયોગી થતાં પુગલે તે વૈકિય વર્ગ. 7, આહારક વર્ગ :-આ પુદગલે વિશ્વમાં સહુથી થોડા છે. ચૌદપૂર્વ ધારી મહાત્મા, સંયમી પુરુષ, મનમાં ગહન તત્વની શંકા થતાં દૂર વિરાજિત કેવળી પરમાત્માને પ્રશ્ન પૂછવા જવા માટે જે શક્તિને ઉપયોગ કરે, તે