________________ 162 હું આત્મા છે પુરુષાર્થ પાપનું નિબંધન કરાવે છે. નશીબ એ કોઈ અદશ્ય વિધાતાએ લખેલ જન્મપત્રિકા નથી. પણ જીવ પિતે જ પૂર્વ—જન્મમાં જે જે પુણ્ય પાપ કરીને આવ્યું છે. તે જ ભાથું પ્રારબ્ધ રૂપે સાથે લઈને આવ્યા છે. આથી નિશ્ચિત થાય છે કે વર્તમાનમાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે સર્વ શુભાશુભ કર્મોનાં કારણરૂપ છે. પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવી તે-તે પ્રકારનાં ફળ આપી રહ્યાં છે. સર્વ જીવનાં કર્મો એક સરખાં નથી હતા. વિભિન્ન નિએમાં ગયેલ જીવે જુદા-જુદા સમયે જુદાં-જુદાં ભાનાં કારણે અનેક પ્રકારનાં કર્મો ઉપાર્જન કર્યા છે. તેના ઉદયથી પ્રેરાઈને સર્વ જીવે પણ એ જ રીતે જુદાં-જુદાં પરિણામવાળા વાનાં કારણે જુદીજુદી જાતનાં કર્મો બાંધે છે. તે કર્મોનાં ફળરૂપ સર્વ જી જુદાં-જુદાં સંગને પામે છે. માટે જ આટલી બધી વિચિત્રતાઓ દેખાય છે. કર્મ પરમાણુઓ જડ હેવા પછી પણ જીવનું નિમિત્ત પામી જુદીજુદી રીતે પરિણમે છે. જ્યાં સુધી આ પરમાણુઓ કર્મરૂપ નથી પરિ ણમ્યા ત્યાં સુધી તેનામાં કંઈ અંતર નથી હતું. સર્વ સરખાં જ હોય છે. પણ જીનાં રાગાદિ ભાવોની તારતમ્યતા નાં કારણે પરમાણુઓમાં તારતમ્યતા ઉભી થાય છે. એ જ રીતે આ વિશ્વમાં પરમાણુઓની અનંત-અનંત વર્ગણાઓ પડી છે. જે પિતાનાં સ્વતંત્ર વિચરણમાં કઈ જીવને લાભ-નુકશાન કંઈ જ કરતી નથી. પણ જીવ એ પરમાણુ સ્કલ્પોને ગ્રહણ કરે, પછી તેમાં રૂપાંતર થાય છે અને તેનાં પરિણામે જુદાં-જુદાં, દષ્ટિમાં આવે છે. પરમાણુઓ પિતાનાં સ્વભાવથી જ એક-બીજા સાથે મળે છે અને વિખરાય છે. એકલે હોય ત્યાં સુધી એ માત્ર પરમાણુ જ છે. પણ બે અને તેથી અધિક મળી જાય ત્યારે સ્કંધ બને છે. કેઈ જીવનાં, કઈ પણ જાતનાં નિમિત્ત વગર, આવા અનંત-અનંત સ્ક વાતાવરણમાં પડેલા જ છે. આ સ્કમાં જુદી-જુદી જાતની ગ્યતાઓ આપમેળે જ ઉભી થાય છે. જેનાં કારણે એ સ્કધ જીવનાં ઉપયોગમાં આવે છે. આવા સ્કે આઠ પ્રકારનાં છે.